April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ફાર્મસી કોલેજ ફસ્ટ સેમેસ્ટરનું ૧૦૦ ટકા પરિણામઃ જીટીયુ ટોપટેનમાં 4 વિદ્યાર્થીઓએ સિદ્ધિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા માસ્‍ટર ઓફ ફાર્મસીના પ્રથમ સેમેસ્‍ટરની પરીક્ષાનું પરિણામ તારીખ 31/05/2023 મંગળવારના રોજ જી.ટી.યુ. દ્વારા જાહેર થયેલ હતું. દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. જેમાં ફાર્માસ્‍યુટિકસ શાખાનું 100 ટકા પરિણામ આવ્‍યું જે કોલેજ અને સંસ્‍થા માટે અતિ ગૌરવવંતીબાબત છે.
આ જાહેર થયેલા પરિણામમાં એમ. ફાર્મસીના ચાર વિદ્યાર્થીઓ જી.ટી.યુ. ટોપ ટેનમાં અને પાંચ વિદ્યાર્થીઓ બ્રાંચ વાઈઝ પરિણામમાં આવતા સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે. જેમાં ફાર્માસ્‍યુટિકસ બ્રાંચ વાઈઝ પરિણામ જોતા બારોટ માનસી મનોજકુમાર 9.38 સી.પી.આઈ અને એસ.પી.આઈ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે, તેમજ ચિત્રોડા દેવલબેન નરેન્‍દ્રભાઈ, પ્રજાપતિ હાર્દિક ભરતભાઈ, ઓઝા વૃશાંત પ્રણય 9.23 સી.પી.આઈ અને એસ.પી.આઈ સાથે બીજા ક્રમે અને પ્રજાપતિ હાર્દિક નરેન્‍દ્રભાઈ 8.77 સી.પી.આઈ અને એસ.પી.આઈ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પાંચમો ક્રમ પ્રાપ્ત કરી સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે.
તદુપરાંત જી.ટી.યુ. ટોપ ટેનના સી.પી.આઈ વાઈઝ પરિણામ જોતા બારોટ માનસી મનોજકુમાર 9.38 સી.પી.આઈ પ્રાપ્ત કરી સમગ્ર યુનિવર્સિટીમાં બીજા ક્રમે આવતા સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે, તેમજ ચિત્રોડા દેવલબેન નરેન્‍દ્રભાઈ, પ્રજાપતિ હાર્દિક નરેન્‍દ્રભાઈ, ઓઝા વૃશાંત પ્રણય 9.23 સી.પી.આઈ સાથે સમગ્ર યુનિવર્સિટીમાં ચોથો ક્રમ પ્રાપ્ત કરી સંસ્‍થા અને સમગ્ર વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
આવી સોનેરી સિદ્ધિ બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પૂજ્‍ય પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પૂજ્‍ય પૂરાણી સ્‍વામીકપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર અને એમ. ફાર્મ હેડ ડૉ.શૈલેશ વી. લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ.સચિન બી. નારખેડે, તેમજ સ્‍ટાફે એમ.ફાર્મસીના વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવી અને ભવિષ્‍યમાં પણ આવી ઉજ્જવળ પ્રગતિ કરે તેવા આશીર્વચન આપ્‍યા હતા.

Related posts

ભારત સરકારના ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ અંતર્ગત આજે દમણમાં યોજાનારો વિવિધ બેંકોનો લોન મેળો

vartmanpravah

નાની દમણ ખાતે એક 15 વર્ષિય સગીરા સાથે પડોશમાં જ રહેતા યુવાને કરેલું દુષ્‍કર્મઃ આરોપી ફરાર

vartmanpravah

વાપીની ફાઈનાન્‍સ કંપનીને ગેરમાર્ગે દોરવા કાર માલિક ખોટી નંબર પ્‍લેટ લગાવી કાર ફેરવતો ઝડપાયો

vartmanpravah

દમણ વિદ્યુત વિભાગના સહાયક ઈજનેર અનિલભાઈ દમણિયા સેવા નિવૃત્ત

vartmanpravah

વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત દ્વારા પારસી સમુદાયના ધર્મગુરુ વડા દસ્તુરજીને અયોધ્યા શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહેવા પાઠવેલું આમંત્રણ

vartmanpravah

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બાઇસેગના માધ્યમથી ‘પ્રાકૃતિક કૃષિ’ વિષય પર પરિસંવાદ યોજાયો

vartmanpravah

Leave a Comment