(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.22: ગોયમા માતા ફળિયા ખાતે રહેતો રાજેશ ઉર્ફે રાજુ બાબુભાઈ કોળી પટેલ ગામમાં જ આવેલ વાણીયાવાડ ખાતેની વસીમ હેર આર્ટનીદુકાનમાં પોતાની મોટરસાયકલ નંબર જીજે 15 એનએન 9281 લઈ વાળ કપાવવા માટે ગયો હતો. વાળ કપાવી બહાર નીકળી પોતાની મોટરસાયકલ પાસે આવી જોતા કોઈએ ગુટખા ખાઈને પિચકારી મોટરસાયકલ પર મારી હોય રાજેશે પિચકારી કોણે મારી એવું બોલતા બાજુમાં ઉભેલ ગોઈમાના જ મકન ફળિયા ખાતે રહેતા તુપલ મુકુંદ કોળી પટેલ તમે કોને કહો છો એવું બોલી રાજેશ સાથે બોલાચાલી કરી માર માર્યો હતો. આ દરમિયાન અન્ય ત્રણ ઈસમો કાર્તિક મુકુંદ કોળી પટેલ, મુકુંદ બાબુ કોળી પટેલ અને રાજેશ ઉર્ફે ફાયું બાબુ કોળી પટેલ તમામ રહે.મકન ફળિયા ગોઈમાએ આવી ચારે જણાએ ભેગા મળી રાજેશને લાકડી તથા હાથ પગ વડે માર મારી લોહી લુહાણ બનાવી જાનથી મારી નાખવાની ધમકી આપી નીકળી ગયા હતા. રાજેશભાઈનો છોકરો જય રાજેશભાઈ કોળી પટેલ ત્યાં આવી જતા લોહી લુહાણ થયેલા રાજેશભાઈને 108 વડે રોહિણા સી.એચ.સી. ખાતે લઈ જઈ સારવાર કરાવી હતી. આ અંગેની ફરિયાદ રાજેશભાઈએ પારડી સ્ટેશને કરતા પારડી પોલીસ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.