Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કપરાડા કુંભઘાટ ઉપર કપાસ ભરેલી ટ્રક પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો: ડ્રાઈવર-ક્‍લિનરનો અકસ્‍માતમાં આબાદ બચાવ થયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02
કપરાડાનેશનલ હાઈવે નં.848 કુંભઘાટ ઉપર આજે બ્રેક ફેઈલ થઈ જતા કપાસ ભરેલી ટ્રક પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં ડ્રાઈવર-ક્‍લિનરનો આભાદ બચાવ થયો હતો.
કપરાડાનો કુંભઘાટ અકસ્‍માત ઝોન બની રહ્યો છે. પ્રતિદિન અવારનવાર અકસ્‍માતો થતા રહે છે તેવો વધુ એક અકસ્‍માત આજે કુંભઘાટ ઉપર સર્જાયો હતો. નાસિક તરફથી કપાસ ભરીને અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રક નં.આર.જે. 29 જી.સી. 6555 ની બ્રેક ફેઈલ થઈ જતા ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી. સદ્દનસીબે અકસ્‍માતમાં ચાલક અને ક્‍લિનરનો આબાદ બચાવ થયો હતો. કપરાડા પોલીસે ઘટના સ્‍થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

દાનહમાં 108 એમ્‍બ્‍યુલન્‍સની ઝડપી સેવા મળી રહે એના માટે નવીટેક્‍નીકનો શુભારંભ

vartmanpravah

જિલ્લા સત્ર ન્‍યાયાલયનો શકવર્તી ચુકાદો: ખાનવેલ-નાશિક રોડ પર એક વ્‍યક્‍તિની હત્‍યા કરનાર બે આરોપીઓને આજીવન કેદની સજા

vartmanpravah

પારડીમાં અમૃત કળશ યાત્રાની શોભાયાત્રા નીકળી: કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈએ લીલી ઝંડી બતાવી શોભા યાત્રા રવાના કરી પોતે પણ જોડાયા

vartmanpravah

દમણઃ ખારીવાડ ખાતે આકાર મોટર્સની બાજુમાં આવેલ કરિયાણાની દુકાનનું શટર તોડી રૂા.3.35 લાખની ચોરી

vartmanpravah

દેગામમાં વારી કંપનીના સ્‍ક્રેપ કોન્‍ટ્રાક્‍ટ બાબતે બે કોન્‍ટ્રાક્‍ટરો વચ્‍ચે બબાલઃ મામલો પોલીસ મથકે પહોંચ્‍યો

vartmanpravah

સત્ર ન્‍યાયાલય સેલવાસનો શિરમોર ચુકાદો: સાયલીમાં પત્‍નીની હત્‍યા કરનાર પતિને આજીવન કેદ

vartmanpravah

Leave a Comment