Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસઃ આમલી વિસ્‍તારની રિદ્વિ સિદ્ધિ પ્રા.લિ. કંપનીમાં ગત મોડી રાત્રિએ ભડકી ઉઠેલી આગ

વિસ્‍તારમાં મચેલી દોડધામઃ લાગેલી ભયંકર આગને ઓલવવા સેલવાસ, ખાનવેલ, ભીલોસા, સનાતન, વાપીજીઆઇડીસી, સરીગામ, આલોક ઇન્‍ડસ્‍ટ્રીઝ મળી કુલ 11 જેટલી ફાયર વિભાગની ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02: સેલવાસના ડોકમરડી આમલી વિસ્‍તારમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ સિન્‍થેટીક્‍સ પ્રા. લિ. કંપનીના નીચેના પ્‍લાન્‍ટમાં ગત મોડી રાત્રિએ ત્રણ વાગ્‍યાના સુમારે કોઈક અગમ્‍ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્‍યા હતા. કંપની સંચાલકો દ્વારા ફાયર ફાઈટર વિભાગને ફોન કરતા તાત્‍કાલિક ફાયર ફાઈટરોની ટીમ પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
કંપનીમાં આગે વિકારાળ સ્‍વરૂપ પકડી લેતાં બ્રિગેડ કોલ જાહેર કરવાની નોબત આવી હતી. સેલવાસ, ખાનવેલ, ભીલોસા, સનાતન, વાપી જીઆઇડીસી, સરીગામ, આલોક ઇન્‍ડસ્‍ટ્રીઝ મળી કુલ 11 આગ ઓલવવાની ગાડીઓ દ્વારા આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. તમામ ફાયર ફાઈટરોને દાનહ પીડબ્‍લ્‍યુડી વિભાગના ટેન્‍કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવ્‍યું હતું. લગભગ બાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આ ઘટનાની જાણ પોલીસ વિભાગને થતાં પોલીસ અધિકારીઓ તેમની ટીમ સાથે પહોંચી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની કે ઈજાની ઘટના બનવા પામેલ નથી.

Related posts

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્‍યોતિબા ફૂલેજીની જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહઃ સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીના સુપરવાઇઝરનું હૃદય રોગના હૂમલાથી મોત

vartmanpravah

વાપી-વલસાડમાં સી.સી.ટી.વી. કમાન્‍ડ કન્‍ટ્રોલ ટીમે રીક્ષામાં રહી ગયેલ લેપટોપ અને રસ્‍તામાં પડેલ પાકીટ મેળવી આપ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશે ઠેર ઠેર ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ : હજારો ભાવિકો જોડાયા

vartmanpravah

પૂર્વ સાંસદ લાલુભાઈ પટેલે કંઠેશ્વર મહાદેવ મંદિરમાં પ્રધાનમંત્રીના યશસ્‍વી જીવન માટે કરેલી પ્રાર્થના

vartmanpravah

દીવના કલેકટર સલોની રાય ની બદલી થતા વિદાય સમારોહ અને નવ નિયુક્‍ત કલેકટર ફરમાન બ્રહ્માનું સ્‍વાગત સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment