April 25, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડવાપી

ચીખલી તાલુકામાં ખેડૂતો દ્વારા શેરડીના પાકમાં ઓછાં ખર્ચે વધુ ઉત્‍પાદન માટે ઘર આંગણે શેરડીના રોપાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.05
ચીખલી તાલુકામાં ગામે ગામ ખેડૂતો મોટા પાયે શેરડીની ખેતી કરતા આવ્‍યા છે અને વર્ષ અગાઉ હજારો ટન શેરડી નું ઉત્‍પાદન કરી આર્થિક ઉપાજન મેળવતા હોય છે તાલુકામાં 707 , 86002,86032 સહિતની શેરડી ઉત્‍પાદક રોપાણ થતું હોય છે ત્‍યારે શેરડીની ખેતીમાં ઓછાં ખર્ચે વધુ ઉત્‍પાદન થાય તે માટે ખેડૂતો દ્વારા અવનવી પધ્‍ધતિ અમલમાં મુકવામાં આવતી હોય છે તાલુકામાં હવે ખેડૂતો પ્‍લાસ્‍ટિકની ટ્રેમાં વર્મીકોમપર્શ ખાતર કોકીબિતનુ મિશ્રણ કરી શેરડીની ગાંઠને ગોઠવી શેરડીનો છોડ ઉછેરવામાં આવી રહ્યો છે વર્ષ ચોમાસાની સિઝનમાં સમય સાથે પૂરતા પ્રમાણમાં માણશો પણ મળી રહેતા હોવાથી ખેડૂતો દ્વારા ઘર આંગણે જ રોપાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે ખેડૂતોને જાતે તૈયાર કરવામાં રોપા દીઠ 1.50 રૂપિયાની આસપાસ તૈયાર રોપા માટે 3.00 રૂપિયા ની આસપાસ જેટલો ખર્ચ થતો હોય છે આમ શેરડી રોપવાનું શરૂઆત થી જ ખેડૂતોના ઉત્‍પાદન ખર્ચમાં બચત થતી હોય છે શેરડી રોપવાનુ શરૂ કરતા હોય છે અને ઘણીવાર આ દરમ્‍યાનવરસાદનું પ્રમાણ વધુ રહે તેવી સ્‍થિતિમાં શેરડીનો ઉગારોઓછો થતો હોય છે અને જયાં શેરડી નહીં ઉગે ત્‍યાં ખેડૂતોએ ફરી રોપવી પડતી હોય છે પરંતુ ટ્રે પદ્ધતિમાં રોપો ફેઇલ જવાની શક્‍યતા નહિવત રત રહેતી હોય છે બીજી તરફ આ પદ્ધતિમાં શેરડી ની ફૂટ ઝડપભેર વધવા સાથે પૂરતા પ્રમાણમાં ઉછેર થવા સાથે વધુ ઉત્‍પાદન થતાં ખેડૂતોને આર્થિક લાભ થતો હોય છે.
———-

Related posts

સંસ્‍કાર વિદ્યાપીઠ વાપી છરવાડા દ્વારા વી.આઈ.એ. હોલમાં શાનદાર એન્‍યુઅલ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

ગુજરાતની ચૂંટણીમાં ઘૂસાડવા માટે બનાવાયેલ 8 કરોડની નકલી નોટ પાલઘરમાં ઝડપાઈ

vartmanpravah

ચીખલી પોલીસે બલવાડા હાઈવે પરથી આઈસર ટેમ્‍પોમાંથી દારૂ ઝડપી પાડયો

vartmanpravah

દાદરા ગામની આંગણવાડીમાં બાળકો અને માતાઓને પૌષ્‍ટિક આહાર કીટનું વિતરણ કરાયું

vartmanpravah

મોટી દમણની ઝરી પ્રાથમિક/ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં દહીં હાંડી ફોડી જન્‍માષ્‍ટમીની ઉજવણી કરાઈ

vartmanpravah

સેલવાસમાં બાઈકનું હેન્‍ડલ લાગવાને કારણે રાહદારીનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

Leave a Comment