January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એસઆઈએ અને સરીગામ જીપીસીપી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉત્‍સાહભેર ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.05: સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ શ્રી કમલેશભાઈ ભટ્ટ અને એમની ટીમ તેમજ ગુજરાત પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડ પ્રાદેશિક કચેરી સરીગામના રિજનલ ઓફિસર શ્રી એ ઓ ત્રિવેદીઅને એમના કર્મચારીઓ દ્વારા આજરોજ સરીગામ જીઆઈડીસી વિસ્‍તારમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન વિશે જાગૃતિ ફેલાવવા એસઆઈએના સભાખંડથી સીઈટીપી સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમજ આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ટાળવાના અભિગમને કેન્‍દ્ર સ્‍થાને રાખવામાં આવ્‍યો છે. જેના વિશે માર્ગદર્શન આપી જાગળતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત પ્રકળતિની માવજત તેમજ પ્રદૂષણ ઉપર અંકુશ લાવવા સરીગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં 2000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્‍યું હતું.


આ કાર્યક્રમમાં એસ આઈ એના પ્રેસિડન્‍ટ શ્રી કમલેશભાઈ ભટ્ટ, જીપીસીપીના પ્રાદેશિક અધિકારી શ્રી એ ઓ ત્રિવેદી, એસ આઈ એને માજી પ્રમુખ અને માર્ગદર્શક શ્રી શિરીષભાઈ દેસાઈ, શ્રી સજ્જનભાઈ મુરારકા, શ્રી નર્મલભાઇ દુધાની, શ્રી હેમંતભાઈ મંડોલી, શ્રી આનંદભાઈ પટેલ, શ્રી સેહુલભાઈ પટેલ, શ્રી આર કે સિંગ, શ્રી કિશોરભાઈ ગજેરા, શ્રી જે કે રાય, શ્રી વીડી શિવદાસન સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓની ઉપસ્‍થિતિ જોવા મળી હતી.

Related posts

વલસાડ જિલ્લાના હથિયાર પરવાનેદારોએ તેમના હથિયારો પોલીસ સ્‍ટેશનમાં જમા કરાવી દેવા

vartmanpravah

સુધીર ફડકેએ 1954માં દાનહ મુક્‍તિનો હેતુ મનમાં રાખીને સ્‍થાનિક અગ્રગણ્‍ય લોકોને પરિચય કેળવવા ત્‍યાં એક થી વધુ સંગીત કાર્યક્રમો પણ કર્યા હતા

vartmanpravah

દમણ જિલ્લામાં આજે ફરી સ્‍વચ્‍છતા દિવસ ઉજવાશે : આદતોને બદલવાના અભિયાને પકડેલી ગતિ

vartmanpravah

વાપી ફાટક ઉપર જયપુર બાન્દ્રા ટ્રેન રાતે થોભી ગઈ, ટ્રેનનું ચેકિંગ કરાયું : મુસાફરોમાં અજુગતુ થયાનો ભય ફેલાયો

vartmanpravah

vartmanpravah

મહેસૂલમંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને મહેસૂલી મેળામાં સ્‍થળ ઉપર સુનાવણી: અરજદારોએ તેમના પ્રશ્‍નો તા.9મી ફેબ્રુઆરીને સાંજે પ-00 વાગ્‍યા સુધીમાં મોકલી આપવા

vartmanpravah

Leave a Comment