October 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ નરોલી પંચાયતની આંગણવાડી ખાતે બહેનો માટે પૌષ્ટિક વાનગી સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07: દાદરા નગર હવેલીના નરોલી પંચાયતની આંગણવાડી અને ખરડપાડા અથાલ આંગણવાડીની બહેનો માટે પૌષ્ટિક વાનગી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા સરપંચ શ્રીમતી લીનાબેન પટેલ, આદિત્‍ય એન.જી.ઓ.ના પ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકીની અધ્‍યક્ષતામાં પૌષ્ટિક વાનગી સ્‍પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. આ સ્‍પર્ધામાં આંગણવાડીની મહિલા સ્‍પર્ધક બહેનોએ આખા અનાજમાંથી બનાવેલ વિવિધ વાનગીઓ બનાવી પ્રસ્‍તુત કરવામાં આવી હતી. સ્‍પર્ધામાં ભાગ લેનાર આંગણવાડી બહેનોને ઇનામ આપીપ્રોત્‍સાહિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે આદિત્‍ય એન.જી.ઓ.ના પ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકીએ જણાવ્‍યું હતું કે, જાડા બરછટ અનાજમાંથી બનાવવામાં આવતી વિવિધ વાનગીઓને નાના નાના બાળકોને ખવડાવવામાં આવે તો તેઓ કુપોષણ મુક્‍ત થઈ શકે છે, કારણ કે, આખા અનાજમાંથી બનાવેલ વાનગીઓ બાળકો માટે ખુબ જ પૌષ્ટિક આહાર છે.
આ અવસરે આંગણવાડીના સુપરવાઈઝર શ્રીમતી જાગૃતિબેન ચૌહાણ, ખરડપાડા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની બહેનો સહિત આંગણવાડી બહેનો ઉપસ્‍થિત રહી હતી.

Related posts

વાપી શાકભાજી માર્કેટમાં બિરાજમાન કરાયેલ દુર્ગામાતાની મૂર્તિનું શ્રધ્‍ધાપૂર્વક ભાવિકોએ વિસર્જન કર્યું

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારને રૂા. 35 કરોડના ખર્ચે સુંદર અને હરિયાળો બનાવાશેઃ કનુભાઈ દેસાઈ

vartmanpravah

ચીખલીના ઢોલુમ્‍બર પ્રાથમિક શાળાના આચાર્યએ આખરે બદલીનો હુકમ સ્‍વીકારી નવા સત્રના પ્રથમ દિવસે શાળા પરથી છૂટા થતા તંત્રને રાહત

vartmanpravah

છેલ્લા ચોવિસ કલાક દરમિયાન દાદરા નગર હવેલીના સેલવાસમાં 1.35 ઈંચ જ્‍યારે ખાનવેલમાં એક ઈંચ જેટલો વરસેલો વરસાદ

vartmanpravah

પોલીસ દ્વારા વલસાડ, ઉમરગામ, વાપીમાં સંવેદનશીલ વિસ્‍તારોમાં સઘન કોમ્‍બીંગ ચલાવાયું

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર વર્તમાન ફૂટ બ્રિજ તોડીને 12 મીટર પહોળો નવો ફૂટ બ્રિજ બનશે

vartmanpravah

Leave a Comment