September 5, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

પરિયારી ખાતે સરકારી હાઈસ્‍કૂલના ઉપક્રમે પ્રાથમિક અને ઉચ્‍ચ. પ્રાથમિક શાળાના સહયોગથી 61માં મુક્‍તિ દિવસની આનંદભેર થયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19
સરકારી હાઈસ્‍કૂલ પરિયારીના ઉપક્રમે પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા પરિયારીનાસહયોગથી 61માં મુક્‍તિ દિવસની ઉજવણી શાળાના પટાંગણમાં કરવામાં આવી હતી.
આ પ્રસંગે પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રીમતી પુષ્‍પાબેન રાઠોડે ધ્‍વજારોહણ કર્યા બાદ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા જણાવ્‍યું હતું કે, ‘મહેનતનો કોઈ પર્યાય નથી’ તેથી સખત મહેનત કરી પોતાના ધ્‍યેયને હાંસલ કરવા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા.
આ પ્રસંગે સરકારી હાઈસ્‍કૂલના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રી મહેશભાઈ પટેલ, પ્રાથમિક શાળાના ઈન્‍ચાર્જ આચાર્ય શ્રીમતી મિનલબેન પટેલ અને તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું યોગદાન આપ્‍યું હતું.
કાર્યક્રમનું સંચાલન પરિયારી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી તેજલબેન માહ્યાવંશીએ ખુબ જ સુંદર રીતે કર્યુ હતું.

Related posts

સરીગામ શિવસેના ઓફિસ સામે લૂંટ સહિત એક મહિલાનું અપહરણ થતાં ચકચાર

vartmanpravah

સુસ્‍વાગતમ્‌-2025: મીઠી મધુરી કડવી તીખી યાદો સાથે 2024ની વિદાય

vartmanpravah

કિલવણી અંગ્રેજી માધ્‍યમ પ્રાથમિક શાળામાં હુબર કંપની દ્વારા ટીવી ભેટ અપાયું

vartmanpravah

રવિવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા યોજાનારી કારકિર્દી માર્ગદર્શન શિબિર

vartmanpravah

ઓરવાડમાં વીજ કરંટ લાગતા દિવાલ પરથી નીચે પટકાયેલા સુખેશના શ્રમિકનું કરુણ મોત

vartmanpravah

વાપી ચલામાં કામલી સમાજ મેમોરિયલ ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ : ચલા ડુંગરી ફળીયા ટીમ ફાઈનલ વિજેતા

vartmanpravah

Leave a Comment