(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.01: સરીગામ તેમજ આજુબાજુ વિસ્તારમાં સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતી સરીગામ યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલગામના આસ્થાના પ્રતીક બનેલા હનુમાનજી મંદિર ખાતે બે વ્હીલચેરની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. ખાસ કરીને મંદિરે આવતા વૃદ્ધો, વિકલાંગ તેમજ અશક્ત શ્રદ્ધાળુઓ માટે આ વ્હીલચેર ઉપયોગી સાબિત થશે એવા સેવાકીય ઉદેશથીવ્હીલચેર ડોનેટ કરવામાં આવી છે. આ પ્રસંગે મંદિરના પૂજારી શ્રી રાજુભાઈ ગોસ્વામી, યુવા અગ્રણી શ્રી આકાશભાઈ ગોસ્વામી, કલગામના યુવા સરપંચશ્રી રોહિતભાઈ હળપતિ, ઉપસરપંચશ્રી રસીકભાઈ પટેલ, અગ્રણીશ્રી ઠાકોરભાઈ કોળી તેમજ યુવા શકિત ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી રાકેશભાઈ રાય, ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ રોહિત, શ્રી રાજેશભાઈ ચૌધરી, શ્રી દેવરાજભાઈ ભટ્ટ(પંડીતજી), અગ્રણી શ્રી યાદવેન્દ્ર મિશ્રાજી, શ્રી દીપકભાઈ કોળી વિગેરેની હાજરી જોવા મળી હતી.