Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી

‘વર્તમાન પ્રવાહ’ દ્વારા દાદરા નગર હવેલીની લોકસભાની બેઠક માટે 2024ની ચૂંટણીમાં લોકોનો મિજાજ કેવો રહેશે અને શાસક અને વિપક્ષ ઉપર કયા મુદ્દા હાવી રહેશે તે સંદર્ભમાં શરૂ કરેલા એક સર્વેક્ષણમાં વર્તમાન પ્રવાહના દાદરા નગર હવેલીના બ્‍યુરો ચીફ શ્રી વિરલસિંહ રાજપૂતે સેલવાસ નગરપાલિકાના નવનિયુક્‍ત અધ્‍યક્ષ શ્રીમતી રજનીબેન શેટ્ટી સાથે કરેલી સીધી વાતચીતના અંશો અત્રે રજૂ કર્યા છે.
પ્રશ્ન 1: આગામી લોકસભાની 2024ની ચૂંટણીના ઉપલક્ષમાં ભાજપ દ્વારા કેવી તૈયારી ચાલી રહી છે?
ઉત્તરઃ અમે પક્ષના એક અદના કાર્યકર તરીકે લોકોનો સીધો જન સંપર્ક કરી રહ્યા છીએ અને છેલ્લા 9 વર્ષમાં દાદરા નગર હવેલીમાં આવેલા પરિવર્તનને બતાવીએ છીએ. દાદરા નગર હવેલી કોઈ એક પરિવારના ભલા માટે નથી. પરંતુ છેવાડેના આદિવાસીઓના જીવન-ધોરણ સુધરે તે માટે અમારો પક્ષ અને અમારી સરકાર કૃત સંકલ્‍પ છે.
પ્રશ્ન 2: 2021ની પેટા ચૂંટણીમાં ભાજપને નાલેશીભરી હારનો સામનો કેમ કરવા પડયો?
ઉત્તરઃ 2021ની પેટા ચૂંટણી સમયે અલગ અલગ મુદ્દા હતા. આ ચૂંટણી માત્ર અને માત્ર સહાનુભૂતિના મુદ્દે લડાઈ હતી અને લોકોએ સહાનુભૂતિની તરફેણમાં કરેલા મતદાનનાકારણે તેમનો વિજય થયો હતો.
પ્રશ્ન 3: પ્રદેશમાં હાલની પરિસ્‍થિતિ અંગે તમારો શું અભિપ્રાય છે?
ઉત્તરઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ખાસ કરીને દાદરા નગર હવેલી ઉપર સીધી કૃપાદૃષ્‍ટિ રહી છે. જેના કારણે છેલ્લા 9 વર્ષમાં પ્રદેશમાં વિકાસના ઐતિહાસિક કામો થયા છે. પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કાર્યકાળમાં પ્રદેશમાં ચાલતી ગુંડાગીર્દી અને હપ્તાખોરી ઉપર અંકુશ આવ્‍યો છે. લોકોને કાયદાના રાજનો અહેસાસ થયો છે. દાદરા નગર હવેલીના થયેલા સર્વાંગી વિકાસને તમે જોઈ પણ શકો છો અને અનુભવી પણ શકો છો.
આજે દાદરા નગર હવેલી સમગ્ર રાષ્‍ટ્રમાં એક એજ્‍યુકેશન હબ તરીકે ઉભરી ચુક્‍યું છે. પ્રદેશના ઊંડાણના વિસ્‍તારમાં રહેતા આદિવાસી યુવાનો અને યુવતિઓનું ડોક્‍ટર બનવાનું સ્‍વપ્‍ન સાકાર થઈ રહ્યું છે. આજે છેલ્લા 4 વર્ષમાં 100 કરતા વધુ આદિવાસી બાળકો એમ.બી.બી.એસ.નો અભ્‍યાસ કરી રહ્યા છે. આ તમામ આદિવાસી બાળકો પોતાની પહેલી પેઢીના ડોક્‍ટર બનશે. હવે તમે વિચારો કે, આવતા 10 વર્ષમાં દાદરા નગર હવેલીનું સામાજિક પર્યાવરણ કેવું નિર્માણ થશે..?
આ તો ફક્‍ત વાત થઈ મેડિકલ એજ્‍યુકેશનની. પરંતુ પ્રદેશમાં એન્‍જિનિયરીંગ, પેરામેડિકલ, નર્સિંગ, લો, ફેશન ડિઝાઈનિંગ જેવા અભ્‍યાસક્રમોની કોલેજો શરૂ થઈ ચુકી છે. દાદરા નગરહવેલીના લોકો માટે શિક્ષણના ક્ષેત્રે સ્‍કાઈ ઈઝ ધ લીમીટ જેવું બની ચુક્‍યું છે.
પ્રશ્ન 4: સેલવાસ નગરપાલિકામાં ભાજપનું શાસન છે, કેન્‍દ્રમાં ભાજપની સરકાર છે, છતાં સેલવાસ શહેર અને દાદરા નગર હવેલીના રસ્‍તાઓ ખુબ જ જર્જરિત બની રહ્યા છે તેનું શું?
ઉત્તરઃ સેલવાસ નગરપાલિકા વિસ્‍તારના રસ્‍તાની વાત કરૂં તો આવતા દિવસોમાં સ્‍માર્ટ રોડ બનવાના છે. હા, અત્‍યારે થોડી તકલીફ પડશે. કારણ કે હવે ભાજપ સરકારે ટકાઉ મજબૂત અને દરેક સિઝનમાં ચાલી શકે એવા રસ્‍તા બનાવવાનો નિર્ધાર કર્યો છે. પહેલાં રસ્‍તો બન્‍યાના માંડ પાંચ-છ મહિનાની અંદર રોડના ગાબડા પડવાની શરૂઆત થતી હતી. હવે રસ્‍તા પાંચ-સાત વર્ષ સુધી ટકાઉ અને મજબૂત રહે એના ઉપર ધ્‍યાન આપવામાં આવી રહ્યું છે અને આપણાં પ્રશાસક સાહેબ ગુણવત્તાની બાબતમાં કોઈની પણ સાડાબારી રાખતા નથી તેથી પ્રદેશને સારા અને ટકાઉ રસ્‍તા મળવાની શરૂઆત થઈ છે.
પ્રશ્ન 5: લોકસભાની ચૂંટણી 2024 પહેલાં રસ્‍તા પાણી તેમજ રોજગાર જેવી સમસ્‍યાનું સમાધાન થઈ શકશે ખરૂં?
ઉત્તરઃ ભાજપની રાજનીતિ ક્‍યારેય પણ ચૂંટણીલક્ષી રહી નથી. ભાજપ માટે સામાન્‍ય પ્રજાનું કલ્‍યાણ પહેલાં છે, તેથી મેં અગાઉ કહ્યું તે પ્રમાણે અમે ગુણવત્તાની બાબતમાં કોઈ સમાધાન કરતા નથી. જેના કારણે કામમાં થોડો વિલંબ અવશ્‍યથઈ શકે. અમે જ્‍યારે વાત જ છેડી છે તો હું યાદ અપાવી દઉં કે પહેલાં દૂધનીથી કૌંચા જવા માટે ફેરીબોટનો સહારો લેવા પડતો હતો. હવે પુલનું નિર્માણ થતાં દાનહના છેલ્લા પાડાનો વ્‍યક્‍તિ પણ 24 કલાક માટે અવર-જવર કરી શકે છે. ડોકમરડી બ્રિજનું નિર્માણ પણ ભાજપના શાસન કાળ દરમિયાન જ થયું છે. આજે અદ્યતન સ્‍કૂલો, કોલેજ વગેરેનું નિર્માણ થયું છે અને નમો મેડિકલ કોલેજનું બાંધકામ સમગ્ર પ્રદેશને ગૌરવ અપાવી રહ્યું છે. તેથી હું દાવાની સાથે કહું છું કે, આવતા દિવસોમાં દાદરા નગર હવેલીમાં રોડ લાઈટ પાણીની કોઈ સમસ્‍યા રહેવાની નથી.
પ્રશ્ન 6: જિલ્લા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખના કાર્યકાળને પાંચ વર્ષની જગ્‍યાએ અઢી વર્ષનો કરવાના લીધેલા નિર્ણયને આપ કઈ રીતે જુઓ છો?
ઉત્તરઃ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આ એક નવી પ્રણાલીનો અમલ કરાયો છે. પડોશના ગુજરાત રાજ્‍યમાં પણ આ જ સિસ્‍ટમ છે. આ પ્રણાલીના કારણે જ મને આજે નગરપાલિકાના અધ્‍યક્ષ તરીકે કામ કરવાની તક મળી છે. જ્‍યાં સુધી હું સમજું છું ત્‍યાં સુધી અઢી વર્ષનો કાર્યકાળ કંઈ નાનો નથી અને અઢી-અઢી વર્ષમાં બે પ્રમુખ-ઉપ પ્રમુખોને તક મળતી હોવાથી લોક કલ્‍યાણના કામો અસરકારક રીતે કરવાની એક લગન પણ પેદા થતી હોય છે અને તાજગી પણ રહેછે.
પ્રશ્ન 7: આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ કેવા ઉમેદવારને ટિકિટ આપશે?
ઉત્તરઃ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર નક્કી કરવાનો નિર્ણય પાર્ટી દ્વારા લેવાતો હોય છે. પરંતુ કમળના પ્રતિક ઉપર જે પણ ઉમેદવાર હશે તેને વિજેતા બનાવવા ભાજપનો એક એક કાર્યકર ખંતથી કામ કરશે એ નિヘતિ છે.
પ્રશ્ન 8: દેશભરમાં ભાજપનું મજબૂત સંગઠન છે ત્‍યારે દાદરા નગર હવેલી બેઠક ઉપર 2019 અને 2021માં પણ મળેલા પરાજય પછી હવે કેવી રણનીતિ હોઈ શકે?
ઉત્તરઃ હું આજે સેલવાસ નગરપાલિકાના અધ્‍યક્ષ તરીકે એક સંવિધાનિક પદ ઉપર બિરાજમાન છું. ત્‍યારે દાવાની સાથે કહી શકું છું કે, 2024માં દાદરા નગર હવેલીની બેઠક ઉપરથી કમળ ખિલશે. કારણ કે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં અને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આશીર્વાદથી અનેક કલ્‍યાણકારી યોજનાઓનો સીધો લાભ દાનહના લોકોને મળી રહ્યો છે. દાનહમાં એક લાખ કરતા વધુ લાભાર્થીઓ છે, જેનો સીધો સંપર્ક ભાજપના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં ભાજપનો જનાધાર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તેથી 2024ની ચૂંટણીમાં ઉમેદવાર કોઈપણ હોય પરંતુ કમળ જ ખિલશે એમાં કોઈ સંદેહ નથી.

Related posts

ભંગારની આડમાં રીક્ષા ટેમ્‍પોમાં દારૂ લઈ જતા બે ખેપિયા પારડી ચાર રસ્‍તા નજીકથી ઝડપાયા

vartmanpravah

પારડીમાં હાઈવે ગ્રીલ તોડી ટ્રકે કંપાઉન્‍ડ દીવાલ તોડી પાડી

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ અને સભ્‍યપદેથી નવિન પટેલ સસ્‍પેન્‍ડઃ પંચાયતી રાજ સચિવે જારી કરેલો આદેશ

vartmanpravah

દમણના કચીગામની સરકારી જમીન ઉપર ચાલતીયુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ લિમિટેડનું બહાર આવેલું ભોપાળુ

vartmanpravah

વલસાડપારડીમાં પા પા પગલી પ્રોજેક્‍ટ અંતર્ગત જિલ્લા કક્ષાનો ‘‘વાલીઓ સાથે સંવાદોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે દમણ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્‍ટેડ અને ખાનગી શાળાઓમાં આજે રજા રહેશે

vartmanpravah

Leave a Comment