October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના ઢાંકવળ અને તામછડી ગામે વન વિભાગના પ્‍લાન્‍ટેશનનો સ્‍થાનિકોનો વિરોધ

હાઈકોર્ટમાં કરાયેલ 93 દાવાઓની પ્રકિયાઓ હજુ ચાલુ છે તેથી કરાયેલ વિરોધ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: તા.14/03/2024 ના દિને ધરમપુર તાલુકાના ઢાકવળ અને તામછડી ગામે વનવિભાગ દ્વારા પ્‍લાન્‍ટેશનની કામગીરી કરવામાં આવતી હોય તે બંધ કરવા બાબતે જો જમીન સરકારી હે વો જમીન હમારી હે ના સૂત્ર સાથે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબને હારદોરા કરીને ધરમપુર પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
તામછડી ગામે કુલ 366 જેટલી દાવા અરજી કરવામાં આવી હતી તેમાંથી મંજુર થયેલ દાવા 273 સામે 366 જેટલી રિવિઝન અરજીઓ કરવામાં આવી હતી અને 93 દાવા અરજીઓની કાર્યવાહી હજી ચાલુ પ્રક્રિયામાં છે છતાં પાલનન્‍ટેસન કરતા એનો વિરોધ કરવામાં આવ્‍યો હતો.
વન અધિકાર કાયદો 2006 ની કાર્યવાહી અંગે 2013 માં ગુજરાત નામદાર હાઇકોર્ટ ચુકાદો આપેલ કે જ્‍યાં સુધી વન અધિકાર કાયદો 2006 મુજબ દાવા અરજીઓનો સંપુર્ણ પણે નિકાલ ન થાય ત્‍યાં સુધી વન ગુજરાત નામદાર હાઈકોર્ટ વર્ષ 2011માં આપેલ મનાઈ હુકમ ચાલુ રહે છે. જ્‍યાં સુધી દાવાઓનો સંપૂર્ણ નિકાલ ન થાય ત્‍યાં સુધી વન વિભાગ દાવા વાળી જમીનમાં પ્‍લાન્‍ટેસન કે અન્‍ય કામગીરી કરશે નહિ. સંવિધાનની 5મી અનુસૂચિ હેઠળ આદિવાસી વિસ્‍તારમાં અમલવારી બાબતે ગ્રામસભામાં ઠરાવ કરેલ હોય જે બાબતની મોટી સંખ્‍યામાં ગ્રામજનો અનેઆગેવાનો સાથે રજૂઆત કરવામાં આવી હતી.
જ્‍યાં મોહના કાઉચાળી સરપંચ શ્રી દેવું મોકાસી, તામછડી ગામના આગેવાન શ્રી માવજીભાઈ, દેવુભાઈ, નવીનભાઈ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્‍ય કલ્‍પેશ પટેલ અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related posts

વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર ૮ ખાતે વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું શહેરીજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના અધ્‍યાપક પીએચ. ડી. થયા

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા મેરેથોન દોડ હરિફાઈનું કરાયેલું આયોજન

vartmanpravah

ખેરગામમાં ડ્રેનેજના અભાવે એક એપાર્ટ. પડું પડું બીજું નવું પણ ખાલી ખાલી

vartmanpravah

વાપી બલીઠા રેલવે ટ્રેક નજીક અજાણ્‍યા યુવાનની લાશ મળી : શરીર ઉપર ઘા ના નિશાન થકી હત્‍યાની આશંકા

vartmanpravah

નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈ પારડીના ડુંગરી તળાવને ઊડું કરવાના કામનું ખાતમુહૂર્ત કરી જિલ્લામાં ‘સુજલામ સુફલામ જળ અભિયાન-2023′ નો શુભારંભ કરાવશે

vartmanpravah

Leave a Comment