October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપની કારોબારીમાં ચૂંટણીના પરિણામથી નિરાશ નહી થવા  રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સલાહ

  • પરાજયમાંથી બોધપાઠ લઈ આગળની રણનીતિ તૈયાર કરવા કાર્યકરોને હાકલ 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.15

આજે સેલવાસ સ્‍થિત ભાજપ કાર્યાલય ‘અટલ ભવન’ ખાતે પ્રદેશ ભાજપની મળેલી કારોબારી સમિતિની બેઠકમાં લોકસભાની ગત પેટા ચૂંટણીમાં મળેલા પરાજયની સમીક્ષા અને અગામી રણનીતિ બાબતે  ઊંડાણથી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેલા ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ શ્રી કૈલાશ વિજયવર્ગિયએ કારોબારી સભ્‍યોને  ગત લોકસભાની પેટા ચૂંટણીના પરિણામથી નિરાશ નહી થવા સલાહ આપવાની સાથે જણાવ્‍યું હતું કે, રાજનીતિમાં  હાર અને જીત તો ચાલુ જ રહેતી હોય છે. પરંતુ હારમાંથી આપણે બોધપાઠ લઈ આગળની તૈયારી કરવાની છે.

શ્રી કૈલાસ વિજયવર્ગીય પોતાના પヘમિ બંગાળના  પ્રભારી તરીકેના અનુભવને વર્ણવતા જણાવ્‍યું હતું કે,જ્‍યારે હું પ્રભારી બન્‍યો ત્‍યારે આપણે માત્ર ત્રણ બેઠકો પશ્વિમ બંગાળમાં જીતી હતી, છતાં નિરાશ થયા વગર સતત મહેનત ચાલુ રાખતા હવે આ ચૂંટણીમાં અને લોકસભાની ચૂંટણીમાં આપણે વિપક્ષને પરસેવો છોડાવી દીધો છે. તેમણે કાર્યકર્તાઓને પનારો ચડાવી ભાજપના જનાધારને વધારવા સલાહ આપી હતી.

આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલે  આજે આઝાદીના આંદોલનકારી અને આદિવાસી સમાજના ભગવાન ગણાતા પ્રખર સમાજસેવક શ્રી બિરસા મુંડાની જન્‍મજયંતિ નિમિત્તે નમન કરતા જણાવ્‍યૂ઼ હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આજના દિવસને આદિવાસી ગૌરવ દિન તરીકે ઉજવવા બદલ તેમનો આભાર પ્રગટ કર્યો હતો.

આ અવસરે પ્રદેશ ભાજપ પ્રભારી શ્રીમતી વિજયા રહાટકરે શ્રી બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્‍યું હતું કે, આદિવાસીઓ પ્રકળતિ પ્રેમી છે અને પ્રકળતિની પૂજા કરે છે, આદિવાસી સમુદાયનું સ્‍વાતંત્ર્ય સંગ્રામની લડતમાં મોટું યોગદાન છે, અમે આદિવાસીઓના ઉત્‍થાન અને ઉદ્ધાર માટે કામ કરીએ છીએ.

આજની બેઠકમાં રાજકીય ઠરાવ શ્રી દિગ્‍વિજયસિંહ પરમાર દ્વારા મૂકવામાં આવ્‍યો હતો અને સ્‍થાનિક દરખાસ્‍ત શ્રી વિકાસ બાબુ દ્વારા મૂકવામાં આવી હતી. 15મી નવેમ્‍બરને ગૌરવ દિવસ તરીકે જાહેર કરવા બદલ અને કેન્‍દ્ર સરકાર દ્વારા 15 થી 22નવેમ્‍બર દરમિયાન આદિવાસી સમુદાય માટે તહેવારો અને સામાજિક કાર્યો કરવાની જાહેરાત કરવા બદલ આભાર પ્રસ્‍તાવ શ્રી જીતુ માઢા દ્વારા પસાર કરવામાં આવ્‍યો હતો. કારોબારી બેઠકમાં આ ત્રણેય પ્રસ્‍તાવ બુલંદ અવાજ સાથે પસાર કરવામાં આવ્‍યા હતા.

આજના કાર્યક્રમમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દાનહ પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, મહામંત્રી શ્રી વાસુભાઈ પટેલ, શ્રી જીતુ માઢા, એસએમસી પ્રમુખ શ્રી રાકેશસિંહ ચોહાણ, સેલવાસ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટરના અધુરા કામને કારણે પડતી ભારે હાલાકી

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશનથી 2 મોબાઈલ સ્‍નેચરોની ધરપકડ કરતી દમણ પોલીસ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજ એન.એન.એસ.ના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

વલસાડના મોગરાવાડીમાં કુબેર સમૃધ્ધિનો વિસ્તાર કલસ્ટર કન્ટાઈનમેન્ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

ભામટી અને દમણવાડા શાળામાં સંયુક્‍ત રીતે ઉજવાયો પ્રવેશોત્‍સવઃ પ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સંયુક્‍ત સચિવ સુરેશ ચંદ્ર મીણાની રહેલી ઉપસ્‍થિતિ

vartmanpravah

સેલવાસ જિલ્‍લા કોર્ટે પોકસો એક્‍ટના કેસમાં આરોપી હનુમંત મહાદુ દરોડેને 20 વર્ષની કેદ અને રૂા.બે હજાર રોકડના દંડની ફટકારેલી સજા

vartmanpravah

Leave a Comment