October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હરિયા પાર્કમાં મહાદેવ સેના ઈકો ફ્રેન્‍ડલી શ્રીજી પ્રતિમાની સ્‍થાપના : ગણેશ ઉત્‍સવમાં વિવિધ સામાજીક કાર્યક્રમોનું આયોજન

અંબામાતાના પ્રાંગણમાં દરરોજ અવનવી થીમ ઉપર ગણેશ વંદના :
હજારો ભાવિકો ઉમટી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.25: સમગ્ર વાપી વિસ્‍તારમાં ગણેશ ઉત્‍સવની ધૂમ ચાલી રહી છે. અનેક સાર્વજનિક ગણેશ મંડળો દ્વારા જુદી જુદી થીમ આધારીત પંડાલો સજાવાયેલા છે. આરતી, પૂજન અને પ્રસાદ સાથે આસ્‍થાપૂર્વક ઉજવણી થઈ રહી છે. તે પૈકી વાપી હરિયા પાર્કમાં અંબામાતા મંદિર પરિસરમાં મહાદેવ સેવા દ્વારા ઈકો ફ્રેન્‍ડલી શ્રીજીની પ્રતિમા સ્‍થપાયેલ છે. હરિયા પાર્કનો ગણેશોત્‍સવ ભારે આકર્ષણનું કેન્‍દ્ર બની રહ્યો છે.
મહાદેવ સેના દ્વારા આયોજીત ગણેશોત્‍સવમાં સાડા પાંચ ફુટ શ્રીજીની પ્રતિમા સ્‍થાપવામાં આવી છે. આ દશ દિવસીય આયોજનમાં રોજ નવી નવી થીમ અને સામાજીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં કિર્તન, ભાષા સાથે સામાજીક વેશભૂષા, બાળકોનો ફેન્‍સી ડ્રેસ સ્‍પર્ધા જેવા રોજ આયોજન થઈ રહ્યા છે. ડી.વાય.એસ.પી. કુલદીપ નાઈ, પી.આઈ. મયુર પટેલએ કાર્યક્રમમાં હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો. પર્યાવરણનું ધ્‍યાન રાખી બાપાની સંપુર્ણ ઈકો ફ્રેન્‍ડલી પ્રતિમા મંડળે બીરાજમાન કરી છે. દરરોજ હજારો ભાવિકો પંડાલમાં ઉમટતા રહે છે. ભાવિકોને તકલીફ ના પડે તેવી વ્‍યવસ્‍થા કરાઈ છે.

Related posts

ઉમરગામ પાલિકાના સ્‍વચ્‍છતા પખવાડિયા અંતર્ગત આગળ વધતું સફાઈ અભિયાન

vartmanpravah

…તો દમણમાં એક ઘર પણ કાચું નહીં રહે

vartmanpravah

સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્‍યો સ્‍વતંત્રતા દિવસ

vartmanpravah

પારડી હાઈવે પર કન્‍ટેનરે રીક્ષાને ટક્કર મારતા ત્રણ પેસેંજર ઘાયલ

vartmanpravah

સરકારની યોજનાના લાભ લઈ ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ ગ્રામજનોના દ્વારે પહોંચી, ધરમપુર-કપરાડામાં 13 દિવસમાં 52 ગામના 12947 લોકો યાત્રામાં જોડાયા

vartmanpravah

દમણ જિલ્લા અદાલતમાં યોજાયેલી લોક અદાલતમાં 35 કેસોનું સમાધાન કરાયું

vartmanpravah

Leave a Comment