Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ ખાતે સેલ્‍યુટ તિરંગા દ્વારા સેલ્‍ફ ડિફેન્‍સ કાર્યક્રમ લોન્‍ચિંગ

ડોક્‍ટર રાજેન્‍દ્ર ફડકે, સચ્‍ચિદાનંદ પોખરીયાલ સહિત દિગ્‍ગજ નેતાઓ ઉપસ્‍થિત રહ્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: રાષ્‍ટ્રવાદી સંગઠન સેલ્‍યુટ તિરંગા દ્વારા સોમવાર તા.19 જૂન 2023 ના રોજ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સલવાવ ગામે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ ખાતે આ રાષ્‍ટ્રીય કક્ષાનો સેલ્‍ફ ડિફેન્‍સ કાર્યક્રમ લોન્‍ચિંગ કરવામાં આવ્‍યો હતો. આ કાર્યક્રમમાં ભારત સરકારના બેટી બચાવો બેટી પઢાવો અભિયાનના નેશનલ કન્‍વીનર ડોક્‍ટર રાજેન્‍દ્ર ફડકેજી ચીફ ગેસ્‍ટ તરીકે ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપ્‍યું હતું.
આ પ્રસંગે સ્‍વાગત પ્રવચન પૂજ્‍ય કપિલ સ્‍વામીજીએ પોતાની આગવી શૈલીમાં કર્યું હતું. સેલ્‍યુટ તિરંગા સંગઠનના નેશનલ પ્રેસિડેન્‍ટ રાજેશ ઝા એ પોતાના જોશીલા પ્રવચનમાં સેલ્‍યુટ તિરંગા દ્વારા સેલ્‍ફ ડિફેન્‍સના કાર્યકાર્મને સમગ્ર રાષ્‍ટ્રમાં લાગુ કરી 5 લાખ વિદ્યાર્થીઓને તાલીમ આપવાની ઘોષણા કરી હતી.
આ સેલ્‍ફ ડિફેન્‍સ કાર્યક્રમ લોન્‍ચિંગપ્રસંગે ચીફ ગેસ્‍ટ તરીકે ભારત સરકારના બેટી બચાવો બેટી પઢાવો અભિયાનના નેશનલ કન્‍વીનર ડોક્‍ટર રાજેન્‍દ્ર ફડકે ઉપસ્‍થત રહ્યા હતા. તેમણે પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું કે 2014 પહેલા બેટી બચાવો બેટી પઢાવો જેવો કોઈ દેશમાં વિષય જ નહોતો પરંતુ પોતે ગુજરાતમાં 2002 માં પ્રભારી તરીકે કામ કરતા હતા અને મુખ્‍યમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદી સત્તા ઉપર હતા ત્‍યારે તેમણે જોયું હતું કે મુખ્‍યમંત્રી પોતે કન્‍યાઓને શાળાએ મોકલવા અપીલ કરે શાળા પ્રવેશ ઉત્‍સવ ઉજવી કન્‍યાનો હાથ પકડી શાળા સુધી દોરી જાય તેમને ભેટ આપે તે પછી મોદીજી 2014 માં વડાપ્રધાન બન્‍યા અને બેટી બચાવો બેટી પઢાવો અભિયાન દેશ વ્‍યાપી બનાવી દીધું. 2014 પછી દેશમાં કન્‍યાઓનો સેક્‍સ રેસીયામાં સુધારા થયાના આંકડા પણ તેમણે રજુ કર્યા હતા. તેમણે જણાવ્‍યું કે, ‘‘બેટી નહિ હોગી તો બહુ કહાશે લાઓગે”ના સૂત્ર સાથે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન વ્‍યાપક બનાવ્‍યું. સાથે જન જમીન જંગલના સૂત્રના બદલે બેટી, જન અને વનના સૂત્રને અપનાવવા અપીલ કરી. કન્‍યા જન્‍મોત્‍સવની આપીલ કરી હતી.
અતિથિ વિશેષ પદે ઉતરાખંડના માજી મંત્રી અને સંગઠનના નેશનલ સેક્રેટરી સચ્‍ચિદાનંદ પોખરીયાલએ જણાવ્‍યું કે, સેલ્‍ફ ડિફેન્‍સનો કાર્યક્રમ વિશેષ છે. તેમણે પોતાનીસાહિત્‍યિક ભાષાની વ્‍યંજના સાથે સામો બાંધ્‍યો હતો. પુર્વ એમ.એલ.એ. અને એન.એસ.જી. કમાન્‍ડો સંગઠનના નેશનલ વાઈસ પ્રેસિડેન્‍ટ સુરેન્‍દ્ર સિંગ દ્વારા સેલ્‍ફ ડિફેન્‍સનું મહત્‍વ સમજાવી એન.એસ.જી. કમાન્‍ડો તરીકેના કાર્યકાળનો અનુભવ રજૂ કરી મુંબઈ તથા અક્ષરધામ ઉપર આતંકી હુમલા વખતના સ્‍મરણો તથા કારગીલ યુદ્ધ વખતના સ્‍મરણો વાગોળ્‍યા હતા.
આ પ્રસંગે વાઈસ પ્રેસિડેન્‍ટ રામ સ્‍વામી (ગાંધીનગર), વાઈસ પ્રેસિડેન્‍ટ ભાનુ સ્‍વામી, વાઈસ પ્રેસિડેન્‍ટ રાજેશ દુગ્‍ગડ, વાઈસ પ્રેસિડેન્‍ટ પ્રતિભા દેસાઈ, નેશનલ કાઉન્‍સેલર રામ સ્‍વામી (વાપી), ગુજરાત પ્રભારી સંપત સારસ્‍વત, બેટી બચાવો બેટી પઢાવો ગુજરાત પ્રેસિડેન્‍ટ ડો.શૈલેષ લુહાર, વિમલ ચૌહાણ, ડો.સચિન નારખેડે, હરિશ પટેલ, નયનાબેન ચુડાસમા, હર્ષવર્ધન, અમિત મોડક (ઈન્‍ટરનેશનલ યંગેસ્‍ટ ટ્રેનર), નયન મકવાણા, ઉત્તમભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

ખરડપાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર યોજાઈ

vartmanpravah

નવમાં યોગા દિવસની ઉજવણીનાં ભાગરૂપે વલસાડમાં કોમન યોગા પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

વાંસદા તાલુકાના મોટીભમતી ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

vartmanpravah

દાનહના લોકપ્રિય નેતા સ્‍વ. મોહનભાઈ ડેલકરની પ્રથમ પુણ્‍યતિથિના ઉપલક્ષમાં વિશાળ શ્રદ્ધાંજલિ ‘સ્‍મૃતિ સપ્તાહ’નું આયોજન

vartmanpravah

દીવમાં કોરોનાના કેસ નોંધાતા કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્‍તપણ પાલન કરવા આદેશ જારી

vartmanpravah

Leave a Comment