October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ કોર્ટ નજીક નવનિર્મિત બ્રિજ પર ડમ્‍પર પલ્‍ટી ગયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18: સેલવાસ કોર્ટ નજીક સામરવરણી તરફ રીંગ રોડ ઉપર નવનિર્મિત બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે જ્‍યાં એક ડમ્‍પર કપચી ભરીને આવ્‍યું હતું જે ખાલી કરવાના સમયે ટેકનિકલ ખામી સર્જાતા હાઈડ્રોલિક સિસ્‍ટમ પૂર્ણ રીતે નહીં ખુલતા પાછળનો ભાગ પલ્‍ટી મારી ગયો હતો જેના કારણે કપચી બ્રિજ પરથી સર્વિસ રોડ ઉપર પડી હતી. સંજોગોવસાત ત્‍યાંથી એક કાર અને મોપેડ સવાર પસાર થઈ રહ્યા હતા જેઓને સામાન્‍ય ઈજા થઈ હતી અને મોપેડને પણ નુકસાન થયું હતું. કોન્‍ટ્રાક્‍ટરની ટીમ દ્વારા ક્રેઈન મશીન બોલાવી ડમ્‍પરને સીધું કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે30નવેમ્‍બરના રોજ પ્રધાનમંત્રીનો પ્રદેશમાં પ્રવાસ છે એ દિવસે આ બ્રિજનું પણ ઉદ્‌ઘાટન કરવામાં આવનાર છે જેથી જોરશોરથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે.

Related posts

દાનહના સાંસદ કલાબેન ડેલકરે કરી નવનિર્વાચિત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાત કરી આપેલા અભિનંદન

vartmanpravah

નવસારી જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરના અધ્‍યક્ષસ્‍થાને ગરીબ કલ્‍યાણ મેળાના આયોજન અંગે બેઠક યોજાઈ

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત 13થી 15 ઓગસ્‍ટ દરમિયાન દમણ જિલ્લો તિરંગાથી શોભી ઉઠશેઃ જિલ્લા તંત્રએ જડબેસલાક બનાવેલું આયોજન

vartmanpravah

ચીખલી તાલુકામાં ફાયર સેફટી અને મંજૂરી વિના જાહેર માર્ગો પર ઠેર-ઠેર ઉભા કરાયેલા ફટાકડાના સ્ટોલો

vartmanpravah

આજે વલસાડની સરસ્‍વતી સ્‍કૂલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં શિક્ષક દિન ઉજવાશે

vartmanpravah

મિશન શક્‍તિ, સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા કલેકટરશ્રીની આગેવાની હેઠળ ‘રાષ્‍ટ્રીય બાલિકા દિવસ’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment