August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવાપીસેલવાસ

વાપી ગુંજનમાં ફરજ બજાવતા મહિલા જી.આર.ડી. નિતાબેન મહાલાએ ઈમાનદારીની મિશાલ ઉજાગર કરી

ફરજ દરમિયાન રોડ ઉપરથી રૂપિયા અને ડોક્‍યુમેન્‍ટ સાથેનું મળેલું પર્સ માલિક સુધી પહોંચાડયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: ઈમાનદારી અને નૈતિકતા આજે પણ ક્‍યાંક જોવા મળે છે. તેવી ઘટના વાપી જી.આઈ.ડી.સી. ગુંજન અંબામાતા સર્કલ પાસે ટ્રાફિકમાં ફરજ બજાવતી મહિલા જી.આર.ડી.ને રૂપિયા અને ડોક્‍યુમેન્‍ટ ભરેલુ પર્સ મળી આવ્‍યું હતું. મહિલા જી.આર.ડી.એ ઈમાનદારીની મિશાલ પુરી પાડી પર્સ મુળ માલિકને સુપરત કર્યું હતું.
વાપી ગુંજન અંબામાતા સર્કલ પાસે ટ્રાફિક અંગેની ફરજ બજાવતી જી.આર.ડી. મહિલા ગાર્ડ નિતાબેન મહાલાજી ગતરોજ ફરજ બજાવતા હતા તે દરમિયાન રોડ ઉપરથી એક પર્સ મળી આવેલ હતું. ચેક કર્યું તો રોકડા રૂપિયા 13 હજાર અને ડોક્‍યુમેન્‍ટ પર્સમાં હતા. તેથી જી.આર.ડી. નિતાબેનએ 100 નંબર ઉપર ફોન કરી આ બાબતે જાણ કરી હતી. પોલીસે તપાસ બાદ મૂળ માલિકનો સંપર્ક કરીને રૂપિયા ભરેલુ પર્સ પહોંચતું કર્યું હતું. જનરલી પોલીસને સમજવામાં લોકો થાપ ખાતા હોય છે. પરંતુનિષ્‍ઠા અને ફરજ પરસ્‍તી પોલીસ વિભાગમાં એટલા જ પ્રમાણમાં હોય છે. જે નિતાબેનએ ઈમાનદારીની મિશાલ બની સાબિત કર્યું છે.

Related posts

દાનહની દૂધની પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળામાં વાર્ષિક મહોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

‘‘રામ દ્વાર શ્રી પીઠ” માં હનુમાન જયંતિની ઉજવણી

vartmanpravah

મોટી દમણના જંપોર ખાતે જ્ઞાનધારા શિક્ષા પ્રચારક પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું

vartmanpravah

દમણ હવે બેચલર પાર્ટી માટે નહીં પણ ફેમીલી ટુરીઝમ માટે મશહૂર

vartmanpravah

ચીખલી તાલુકામાં પાછોતરા વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન

vartmanpravah

સેલવાસ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટ પરિસરમાં લોક અદાલત યોજાઈ

vartmanpravah

Leave a Comment