April 24, 2024
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સરકાર સાથે સમાધાન થતાં ગુજરાતમાં ખાનગી હોસ્પીટલોએ ચાર દિવસની હડતાલ પાછી ખેંચી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) અમદાવાદ, તા.24 ફેબ્રુઆરી 2024 :ગુજરાતમાં PMJAY હોસ્પિટલને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે PMJAY એમપેનલ પ્રાઇવેટ હોસ્પિટલ એસોસિએશન ગુજરાત દ્વારા કરવામાં આવેલી રજૂઆતના અનુસંધાને આ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે સરકારશ્રી દ્વારા પગલાં લેવામાં આવ્યા અને તારીખ 24 ફેબ્રુઆરી ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા, રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, પ્રિન્સિપલ હેલ્થ સેક્રેટરી શ્રી ધનંજય દ્વિવેદી, હેલ્થ કમિશનર શ્રી હર્ષદ પટેલ, PMJAY યોજના ના અધિકારી શ્રી ડોક્ટર શૈલેષ આનંદ, ઓરિએન્ટલ અને બજાજ ઇન્સ્યોરન્સના અધિકારીઓ તથા હોસ્પિટલ એસોસિએશન PEPHAGના સભ્યો વચ્ચે એક મહત્વની મીટીંગ કરવામાં આવી. આ મિટિંગમાં આઈ .એમ .એ.ગુજરાતના સેક્રેટરી અને AMA ના પ્રેસિડેન્ટ ડોક્ટર મેહુલ શાહ તથા ડોક્ટર તુષાર પટેલ પણ હાજર રહ્યા હતા. આ મિટિંગમાં આગળની પોલીસી તથા ચાલુ પોલીસીના બાકી રહેલા નાણાની ચુકવણી અને અન્ય પ્રશ્નોના કાયમી ઉકેલ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સરકારશ્રી તરફથી આ બધી જ મુશ્કેલીઓનું  નિરાકરણ લાવી દરેક દર્દીઓને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ઉત્તમ સારવાર મળી રહે એ માટે સતત પ્રયત્નશીલ છે એવું જણાવવામાં આવ્યું. આના અનુસંધાને કેન્દ્ર અને રાજ્યના આરોગ્ય મંત્રીશ્રીઓ એ PMJAY હોસ્પિટલના બાકી પેમેન્ટનો પેશન્ટ વાઇઝ ડેટા દરેક હોસ્પિટલને બે ત્રણ દિવસમાં ઈમેલ દ્વારા મોકલવામાં આવશે અને શુક્રવાર સુધીમાં તેમના બાકી નાણાંની ચુકવણી પણ કરી આપવામાં આવશે એવી બાહેંધરી આપી હતી. આ ઉપરાંત ક્લેમ વખતે કરવામાં આવતા રિજેક્શન, ડીડક્શન અને અન્ય પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલિક રીતે સમસ્યાનું નિરાકરણ આવે એ માટે સ્ટેટ હેલ્થ ઓથોરિટી તથા PEPHAG ના સભ્યોની વચ્ચે નિયમિત મિટિંગો કરી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે. આ રીતે PMJAY યોજના ને વધુ ને વધુ કાર્યક્ષમ બનાવવાની બાહેધરી આપવામાં આવી છે. આથી PEPHAGના સભ્યો દ્વારા સરકારશ્રીની આ પહેલને લીધે બધા જ પ્રશ્નોનું નિરાકરણ જલ્દી આવી જશે એવી આશા સાથે દરેક હોસ્પિટલ નિયમિતપણે પીએમજય યોજના હેઠળ તા 26 થી 29 ફેબ્રુઆરી દરમિયાન પણ સારવાર ચાલુ જ રાખશે એવું જાહેર કર્યુ છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો : (1) ડો. રમેશભાઈ મો. 70167 48781 (2) ડો. દિવ્યેશ વીરોજા મો. 98252 56578    (3) ડો. ઉમેશ ગોઘાણી મો. 98253 06544

Related posts

વાપી ભાજપ સંગઠન દ્વારા આંબેડકર જન્‍મદિવસની ઉજવણી : પુપ્‍પાજલી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણના ‘સ્‍ટેપ અપ ફાઉન્‍ડેશન’ના મોક્ષરથને 6 વર્ષ પૂરા થયા

vartmanpravah

વર્તમાન પ્રવાહના અહેવાલ બાદ: ચાસા-મજીગામ માઈનોર કેનાલમાં અધિકારીઓ દ્વારા કામની ગુણવત્તામાં સુધારો કરાવી પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચાડાતા ખેડૂતોએ અનુભવેલો હાશકારો

vartmanpravah

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા ક્રિષ્‍ના કેન્‍સર એઈડ એસો.ના સહયોગથી ‘અમે અણનમ છીએ’ ફ્રીડમ ટુ વોક એન્‍ડ રન ઇવેન્‍ટ યોજાઈ

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશને ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનનું સ્‍ટોપેજ મળે તે માટે પ્રબળ બની રહેલી માંગણી

vartmanpravah

સોનું મેળવવાની લ્‍હાયમાં 90 લાખ જેટલી માતબર રકમ ગુમાવતો વાઘછીપાનો માહ્યાવંશી પરિવાર

vartmanpravah

Leave a Comment