Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી વિસ્‍તારમાં વિવિધ કંપનીઓ દ્વારા ભંગાર, રો-મટેરિયલ, નકામો કચરો વગેરે જાહેર રોડ ઉપર ઠાલવી ગેરકાયદે કરાયેલું દબાણ

કંપનીઓની ગતિવિધિઓ અને તેના ઉપર નિયંત્રણ રાખનારી જી.પી.સી.બી., નોટિફાઈડ તથા વી.આઈ.એ. વગેરે જેવી સંસ્‍થાઓ મૂકદર્શકની મુદ્રામાં

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27 : વાપી ઔદ્યોગિક વસાહતમાં 3 હજાર ઉપરાંત કારખાના કાર્યરત છે તે પૈકી કેટલાક કારખાનાઓ દ્વારા જાહેર રોડ ઉપર નકામો ભંગાર, સ્‍ટીલ તથા રો-મટેરિય ઠાલવી લઈને ગેરકાયદે ઠેર ઠેર દબાણો થઈ રહ્યા છે. પરિણામે વસાહતમાં ટ્રાફિકજેવી ગંભીર સમસ્‍યા દિવસે ને દિવસે વધી રહી છે. આમ તો વાપીમાં પહેલાંથી જ ટ્રાફિકનો મોટો પ્રશ્ન છે જે હલ થઈ રહ્યો નથી. તેમાં હવે દબાણકર્તાઓ દ્વારા વધારાની અડચણો ઉભી કરાઈ રહી છે.
વાપી ઔદ્યોગિક વસાહતમાં કેટલીક કંપનીઓ દ્વારા તેમની કંપની બહાર ઠેર ઠેર નકામો માલસામાન, કચરો, રો-મટેરિયલ વગેરે ગેરકાયદે ખડકી દઈ દબાણોના વાડા આંતરી દેવાઈ રહ્યા છે. જેમાં કારખાનાઓ દ્વારા મશીનોના ફેરફાર બાદ નકામા મશીનો, જાહેર રોડ ઉપર ખડકલા કરવામાં આવે છે. ખરેખર તો ગ્રીન સ્‍પેસની જાળવણી કરી એવી ખાલી જગ્‍યાઓમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. હા, વૃક્ષારોપણના નાટકો અને ફોટો સેશન અવાર નવાર જરૂર થતા રહે છે. પરંતુ કેટલીય કંપનીઓના કર્મચારીઓના ગાર્ડન માવજત વગર ધુળ ખાઈ રહ્યા છે. ઘણી ખરી કંપનીઓ સામે ભંગાર એક યા બીજા સ્‍વરૂપે ઠલવાયેલો જોવા મળી રહ્યો છે. આવી ઘણી બધી પ્રણાલી બેરોકટોક વર્ષોથી ચાલી રહી છે, ત્‍યારે જીપીસીબી નોટિફાઈડ, વાપી ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન(વી.આઈ.એ.) જેવી નિયંત્રણ રાખવા માટે બનેલી સંસ્‍થાઓ માત્ર મૂકદર્શકની મુદ્રામાં છે. અત્રે યાદ રહે કે, ક્‍યારેક આવા બીનજરૂરી ખડકી દેવાયેલા નકામા સાધનો ઈમરજન્‍સી ફાયર વાહનોને તથા એમ્‍બ્‍યુલન્‍સને પણ નડતરરૂપ બનતા હોય છે. તેથી જાહેર ઔદ્યોગિકવસાહતોમાં કંપનીઓની ગતિવિધિઓ ઉપર નિયંત્રણ અને દેખરેખ રાખનારી સંસ્‍થાઓ જાહેર હીત માટે કાર્યવાહી કરે એ ઉચિત જણાઈ રહ્યું છે.

Related posts

ગૌ સેવા સમિતિ પારડી દ્વારા મહારાષ્‍ટ્રમાં વીરગતિ પામેલ ગૌરક્ષકને શ્રદ્ધાંજલિ તથા વિરાંજલી અપાઈ

vartmanpravah

કૈલાશ લોજને સરકારી જમીન ખાલી કરવા મુંબઈ હાઈકોર્ટનો આદેશ

vartmanpravah

આઈએફએસસીએ ના ભવનનો શિલાન્‍યાસ અને દેશના પ્રથમ ઈન્‍ડિયા ઈન્‍ટરનેશનલ બુલિયન એક્‍સચેન્‍જ તથા એનએસઈ, આઈએફએસસી, એસજીએક્‍સ કનેક્‍ટનો શુભારંભ

vartmanpravah

નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય અને મનરેગા યોજનાના બાયોગેસ કાર્યક્રમ હેઠળ દાનહના સિલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટની કરાયેલી સ્‍થાપના

vartmanpravah

દમણઃ રવિવારે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પટલારા ગ્રામ પંચાયત ખાતે પહોંચતાકરાયેલું સ્‍વાગત

vartmanpravah

મધ્‍યપ્રદેશના રાજયપાલશ્રીએ કુંકણા સમાજના સુખી ભવનની મુલાકાત લીધી : કુંકણા સમાજના બાળકોના શિક્ષણ માટે ધનરાશિ આપી

vartmanpravah

Leave a Comment