October 13, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના વહીવટી કેન્‍દ્રના સહયોગથી જે.પી.પારડીવાલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં 36 માં નેશનલ ગેમ્‍સના ઓવેરનેસ પ્રોગ્રામ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

પારડી, તા.16: આજ રોજ જે.પી.પારડીવાલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ માં 36 માં નેશનલ ગેમ્‍સના ઓવેરનેસ પ્રોગ્રામ વલસાડ જિલ્લાના વહીવટી કેન્‍દ્રના સહયોગથી રાખવામાં આવ્‍યો હતો.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આજના કાર્યક્રમના મુખ્‍ય અધ્‍યક્ષ પારડી તાલુકા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી મિતલબેન પીનલભાઈ પટેલ, વિશિષ્ટ ઉપસ્‍થિતિમાં પારડી નગરપાલિકાના પ્રમુખશ્રી હસુભાઈ રાઠોડ તેમજ અતિથિ વિશેષશ્રીઓ પારડી નગરપાલિકાના કારોબારી અધ્‍યક્ષ શ્રી ગજાનંદભાઈ રતિલાલ માંગેલા, પારડી પોલીસ સ્‍ટેશન સિંધા, વલસાડ જિલ્લાના કોચ શ્રી અનિલભાઈ રાઠોડ તેમજ કોલેજના ઈન્‍ચાર્જ આચાર્ય ડો. ગંગાબેન પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. હાજર રહે તમામ મહાનુભાવોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. કોલેજના ઈન્‍ચાર્જ આચાર્ય ડો.ગંગાબેન પટેલ તેમના પ્રસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને નેશનલ ગેમ્‍સ વિસ્‍તૃત માહિતી પૂરી પાડી હતી. આ નેશનલ ગેમ્‍સનું આયોજન ગુજરાત રાજ્‍ય દ્વારા તારીખ 29 સપ્‍ટેમ્‍બર 2022 થી 12 ઓક્‍ટોબર 2022 દરમિયાન યોજનાર છે અને તેનુંઉદ્ધાટન 29 સપ્‍ટેમ્‍બરે અમદાવાદના નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ ખાતે યોજાનાર છે તેમજ પૂર્ણાહુતિ 12 ઓક્‍ટોબર 2022 ના રોજ સુરતના પંડિત દીન દયાળ ઈન્‍ડોર સ્‍ટેડિયમમાં રાખવામાં આવેલ છે જેની માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમના બીજા તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મોબાઈલની રમતોમાંથી દૂર થઈ રમતોના મેદાનમાં વધુ સમય ફાળવવા સૂચન કર્યું હતું. જેથી તમારી સારી તંદુરસ્‍તી જળવાઈ રહે અને કોલેજ અને દેશનું નામ રોશન કરી શકો એવી શુભેચ્‍છા પાઠવી હતી. કાર્યક્રમના અતિથિ વિશેષશ્રીઓ વલસાડ જિલ્લાના શિક્ષણ અધિકારીશ્રી વસાવા તેમજ પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ શ્રી મયુરભાઈ પટેલે કાર્યક્રમ સફળ થાય તેવી શુભેચ્‍છાઓ પાઠવી હતી.
કોલેજના ડૉ. મણીબેન સોલંકી અંગદાન વિશેની માહિતી વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી અને તે અંગેના શપથ વિદ્યાર્થી પાસે લેવડાવ્‍યા હતા. ત્‍યારબાદ 36 માં નેશનલ ગેમ્‍સના અવેરનેસ શપથ એસવાય બીએમાં અભ્‍યાસ કરતા દિપ કંસારાએ લેવડાવ્‍યા હતા. ત્‍યારબાદ 11 માં ખેલ મહાકુંભમાં પ્રથમ આવનાર સ્‍કૂલ શ્રી સરસ્‍વતી શિશુ મંદિરને રૂા.25,000 નો ચેક, બીજા નંબર આવનાર સાર્વજનિક સ્‍કૂલ બગવાડાને રૂપિયા 15,000 નો ચેક, ત્રીજા નંબરે નંબરે આવનાર અતુલ વિદ્યામંદિરને 10,000 નો ચેક અર્પણ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ કોલેજનાવિદ્યાર્થીઓ કે જે ઈન્‍ટરવ યુનિવર્સિટી અને નેક્‍સ્‍ટ નેશનલ કક્ષાએ ભાગ લીધો હતો તેવા તમામ ખેલાડીઓને શીલ્‍ડ અર્પણ કરવામાં આવ્‍યા હતા.
આ કાર્યક્રમની વ્‍યવસ્‍થા માટે વલસાડ જિલ્લાના હોકી કોચ અલ્‍કેશ પટેલ, વિરેન્‍દ્ર ધિલ્લોન તેમજ ફૂટબોલ કોચ અનિલભાઈ રાઠોડ અને ઈન સ્‍કૂલ કોચીસ વિજયભાઈ, પૂજા પટેલ અને આયુષી પટેલે ખૂબ જ મહેનત કરી હતી.
કોલેજના ઈન્‍ચાર્જ આચાર્ય ડો.ગંગાબેન પટેલ માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સફળ સંચાલન 36 માં નેશનલ ગેમ્‍સ અવેરનેસ કન્‍વીનર પ્રાધ્‍યાપક જીતેન્‍દ્રકુમારએ કર્યું હતું.

Related posts

ભીલાડની બ્રાઈટ ફયુચર ઈંગ્‍લિશ મિડિયમ સ્‍કૂલમાં વર્ષ 2022-2023નો વાર્ષિક મહોત્‍સવ ‘‘સ્‍ટેજિસ ઓફ લાઈફ” ઉજવાયો

vartmanpravah

વલસાડમાં યુવતિએ પોલીસ સ્‍ટેશનમાં આત્‍મહત્‍યા કરવાની ચિમકી આપી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસ તથા કાર્યકાળના સાત વર્ષ પૂર્ણ થતાં સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષ અને પ્રદેશ ભાજપના કદાવર નેતા રાકેશસિંહ ચૌહાણે ન.પા.માં કાર્યરત કર્મચારીઓને ધાબળા અને શ્રમપ્રસાદનું કરેલું વિતરણ

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ગણદેવી નગરપાલિકા દ્વારા ગરબા ગ્રાઉન્‍ડની સાફ સફાઈ હાથ ધરવામાં આવી

vartmanpravah

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપી વીઆઈએમાં સુરતના રેન્‍જ આઈજી વી. ચંદ્રશેખરના અધ્‍યક્ષ સ્‍થાને લોક દરબાર યોજાયો

vartmanpravah

Leave a Comment