June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

મામલતદાર સાગર ઠક્કરની આગેવાની હેઠળ સેલવાસ ઝંડાચોક શાળા પરિસરમાં મહેસૂલ શિબિર યોજાઈ

104 ડોમિસાઇલ, 97 આવકના દાખલાઓ અને 46 જાતિના દાખલાઓ લાભાર્થીઓને સ્‍થળ ઉપર કાઢી આપવામાં આવ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : દાદરા નગર હવેલીમાં કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાના દિશા-નિર્દેશ મુજબ મામલતદાર શ્રી ધર્મેશ ઠક્કરની આગેવાની હેઠળ મહેસૂલ વિભાગ સેલવાસ દ્વારા પ્રદેશની વિવિધ પટેલાદોમાં અને સેલવાસ શહેરમાં ઝંડાચોક શાળા પરિસરમાં મહેસૂલ વિભાગની વિવિધ સેવાઓ જેમ કે, જાતિ-આવકના દાખલા, ડોમિસાઇલ પ્રમાણપત્ર વગેરે લાભાર્થીઓને ઘરઆંગણે જ મળી શકે તે માટે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 104 ડોમિસાઇલ, 97 આવકના દાખલાઓ અને 46 જાતિના દાખલાઓ લાભાર્થીઓને સ્‍થળ ઉપર કાઢી આપવામાં આવ્‍યા હતા.
આ અવસરે મામલતદાર શ્રી સાગર ઠક્કર, મામલતદાર ઓફિસનો સ્‍ટાફ સહિત મોટી સંખ્‍યામા લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘‘સુશાસન સપ્તાહ” અંતર્ગત દમણના આંટિયાવાડ ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ શિબિરયોજાઈ

vartmanpravah

નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓએ ‘‘હર ઘર તિરંગા” થીમ પર રજૂ કરી મનમોહક ક્લાકૃતિ

vartmanpravah

દીવમાં 23 નેશનલ લો યુનિવર્સિટી સંઘની જનરલ બોડી મીટિંગ યોજાઈ

vartmanpravah

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ 27મી સપ્‍ટેમ્‍બર

vartmanpravah

દપાડા ગ્રા.પં.ના સરપંચ છગનભાઈ માહલા સસ્‍પેન્‍ડઃ જિ.પં.ના સી.ઈ.ઓ. ડો. અપૂર્વ શર્માએ જારી કરેલો આદેશ

vartmanpravah

દાનહ ભાજપ કાર્યાલયમાં સામાજિક ન્‍યાય પત્રિકાનું કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલું વિમોચન

vartmanpravah

Leave a Comment