January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બંગાળી સમાજ દ્વારા વીઆઈએ ગ્રાઉન્‍ડમાં અતિ ભવ્‍ય દુર્ગાપૂજાનું આયોજન

બંગાળ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા છેલ્લા 40 વર્ષથી વાપીમાં કરાઈ રહેલું દુર્ગાપૂજાનું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી બંગાળ ચેરીટેબલ ટ્રસ્‍ટ-સરબોજીની દુર્ગાપૂજા કમિટિ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્‍ય દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્‍યું છે. ચાર દિવસીય ચાલનારી દુર્ગા પૂજામાં વાપી, સેલવાસ, દમણ, વલસાડથી રોજ હજારો શ્રધ્‍ધાળુઓ આવે છે અને માતાજીની પૂજા-અર્ચના કરે છે.
વાપીમાં નવરાત્રીના ભવ્‍ય આયોજનોમાં તદ્દન ધાર્મિક અને સાંસ્‍કૃતિક આયોજન બંગાળ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં ચારદિવસની યોજાયેલી દુર્ગાપૂજા અતિ આકર્ષણનું કેન્‍દ્ર બની રહેલ છે. ભવ્‍ય સજાવટ વાળો ગેટ અને માતાજીની પંડાલમાં માઁ દુર્ગાની મૂર્તિઓ પ્રસ્‍થાપિત કરાઈ છે. દિવસભર આદ્યાત્‍મિક માહોલ જોવા મળી રહ્યો છે. સવાર-સાંજ માતાજીની આરતી-પૂજા શાષાોક્‍ત રીતે પંડિતો દ્વારા કરવામાં આવે છે. સપ્તમીથી ચાલુ થયેલ દુર્ગાપૂજા દશેરાના દિવસે પુર્ણાહુતી થનાર છે. સંસ્‍થાના પ્રમુખ સોમેદુ ચક્રવર્તીએ જણાવ્‍યું હતું કે, વાપીમાં 40 વર્ષથી દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવે છે. મહાસપ્તમી પૂજન, દરરોજ માતાજીને સાત થાળીમાં સાત પ્રકારના ભોગ ચઢાવાય છે. બંગાળી કલ્‍ચર એન્‍ડ વેલ્‍ફેર સોસાયટી દ્વારા રોજ સાંજે ઢોલ-નગારા સાથે આરતી અને રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાય છે.

Related posts

ચીવલ મરીમાતા મંદિરે ગરબા મહોત્‍સવ યોજાયો

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા ચોમાસાની તૈયારી સંદર્ભે કંટ્રોલરૂમ શરૂ કરાયો : આગામી ત્રણ દિવસ દરમિયાન આવનાર વાવાઝોડાં અને વરસાદ અંગેની પણ જાણકારી અપાશે

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ગૌ ધનની ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં તંત્ર સક્રિયઃ અત્‍યાર સુધી રૂા.46 લાખ રોકડા અને રૂા.9 લાખનો જપ્ત કરાયેલો દારૂ

vartmanpravah

ચીખલીના ટાંકલ ગામે ત્રણ કારના અકસ્‍માતમાં એક જ પરિવારના બે બાળકો સહિત પાંચનો આબાદ બચાવ

vartmanpravah

દીવ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment