December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આંબાવાડીમાં જઈ ફાંસો ખાઈ આપઘાત કરતો પોણીયાનો પરણિત યુવાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.25: પારડીના પોણીયાગામે સ્‍કૂલ ફળિયામાં રહેતો અનેકલસર ગામે આવેલી જેકશન કંપનીમાં નોકરી કરતો કેતન જશુંભાઈ પટેલ ઉવ 39ની પત્‍ની બે દિવસ અગાઉ તેની બે વર્ષીય દીકરીને લઈ પિયર ગઈ હતી. જે પરત ગત શુક્રવારના રોજ ઘરે આવી હતી. બીજી તરફ કેતન નાઈટ શીપમાં નોકરી કરતો હોય અને તે સવારથી ઘર બહાર પોતાની બાઇક નંબર જીજે-15-બીએલ-8407 લઈ નીકળ્‍યા બાદ તે સાંજે નાઈટ શીપમાં નોકરી ઉપર જવાના સમયે પણ ઘરે ન આવતા તેની પત્‍નીએ દિયર લતેશને કેતન સવારથી ઘરે આવ્‍યો ન હોવાનું જણાવતા લતેશ અને કાકાનો છોકરો કૌશિક આજુ બાજુ વિસ્‍તારમાં શોધખોળ કરવા નીકળતા તેની બાઇક પોણીયા ગંગાજી રોડ નવા ફળિયા ખાતે રોડની બાજુમાં મળી આવતા બાજુમાં આવેલી નગીન આહીરની વાડીમાં શોધખોળ કરતાં કેતન આંબા વાડીમાં આંબાના ઝાડની ડાળી સાથે નાઈલોન દોરી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્‍યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફળિયાના અન્‍ય લોકો પણ વાડી ખાતે ધસી આવ્‍યા હતા અને પારડી પોલીસને જાણ કરવામાં આવતા પારડી પોલીસ સ્‍ટેશનના બીટ જમાદર કંચનભાઈ ઠાકરે ઘટના સ્‍થળે પહોંચી અને મૃત દેહને નીચે ઉતારી પારડી સીએચસી ખાતે પી. એમ રૂમ માટે લઈ ગઈ હતી. જોકે કેતને કયાં કારણસર આપઘાત કર્યો તે બહાર આવ્‍યું નથી ત્‍યારે પારડી પોલીસપીએમ કરાવડાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સ્‍વભાવે પ્રેમાળ અને શાંત એવા કેતને આપઘાત કરી લેતા પોણીયા પંથકમાં શોક સાથે ચિંતાનું મોજું ફરી વળવા પામ્‍યું છે.

Related posts

વાપી રોટરી કલબના નવા પ્રમુખ તરીકે હેમાંગ નાયકની કરવામાં આવેલી વરણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના રફતાર અટકી : સોમવારે 141 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દાનહના ખેરડી પંચાયત ખાતે મહેસૂલ શિબિર યોજાઈ

vartmanpravah

દાનહ રોટરી ક્‍લબ દ્વારા બે દિવસીય વુમન્‍સ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ કરાયો : કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસે કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વલસાડ હાઈવે ડુંગરી બામ ખાડીમાં સુરતના પરિવારની કાર ખાબકી : રાત્રે બનેલી ઘટનાથી દોડધામ

vartmanpravah

દૂધની પ્રાથમિક શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામડાં તરફ શિબિર’ યોજાઈ

vartmanpravah

Leave a Comment