October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

ચીખલીના મલીયાધરામાં યોજાયેલ તાલુકા કક્ષાની યોજાયેલ પશુપાલન શિબિરમાં વિભાગની સહાયકારી યોજનાઓની અપાયેલી જાણકારી

ગ્રામજનોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્‍યવસાય કરવા અનુરોધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.27
ચીખલી તાલુકાના મલીયાધરામાં યોજાયેલ તાલુકા કક્ષાનીપશુપાલન શિબિરમાં પશુપાલન વિભાગની સહાયકારી યોજનાઓની જાણકારી સાથે વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્‍યવસાય કરવા અનુરોધ કરાયો હતો.
જિલ્લા પંચાયતની પશુપાલન શાખા દ્વારા તાલુકાની દૂધ ઉત્‍પાદક મંડળીઓના સયુંકત ઉપક્રમે મલિયાધરામાં સિંચાઈ-પશુપાલન સમિતિના અધ્‍યક્ષ શ્રી પરિમલભાઈ, બાંધકામ અધ્‍યક્ષ શ્રી દિપાબેન પૂર્વ પ્રમુખ ડો.અમીતાબેન પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્‍પનાબેન ગાવિત, ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ શ્રી વૈભવભાઈ બારોટ, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી બાલુભાઈ પાડવી, સેજલબેન, રમીલાબેન, તાલુકા સભ્‍ય દક્ષાબેન રમીલાબેન હળપતિ સરપંચ રેખાબેન સહિતનાની ઉપસ્‍થિતિમાં યોજાયેલ તાલુકા કક્ષાના પશુ પાલન શિબિર કમ પ્રદર્શન તાલીમમાં મોટી સંખ્‍યામાં પશુપાલકો ઉપસ્‍થિત રહ્યા હતા.
શિબિરમાં તજજ્ઞો અને મહાનુભવો દ્વારા પશુ આહાર, પશુ સંવધન, પશુ માવજત, પશુ આરોગ્‍ય તેમજ પશુ પાલન વિભાગની વિવિધ સહાયકારી યોજનાઓ વિશે વિસ્‍તુતમાં માહિતી આપવામાં આવી હતી.
વધુમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે પશુ પાલનનો વ્‍યવસાય કરવા પર ભાર મૂકી પ્રાકળતિક ખેતી સાથે પશુપાલન કરી ઓછા ખર્ચ વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
પશુપાલન શિબિરમાં નાયબ પશુપાલન નિયામલ ડો.એમ.સી.પટેલ, તજજ્ઞડો.ડી.બી.ઠાકોર, ડો. હર્ષિલ ઠાકોર, ડો.યોગેશ પટેલ, ડો. વી.વી.ઓઝા સહિતના ઉપસ્‍થિત રહી પશુપાલકોને માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. શિબિરને સફળ બનાવવા ચીખલી પશુ દવાખાનાના ડો. કલ્‍પેશભાઈ ઉપરાંત પશુ ધન નિરીક્ષક શ્રી ઉમેદભાઈ ભુસારા સહિતના સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી.

Related posts

તિઘરામાં લગ્ન ઘરે મરશિયા ગવાયા: લગ્ન મંડપની દોરી લેવા જનાર વરરાજાનું અકસ્‍માતમાં કરુણ મોત

vartmanpravah

વલસાડ જિલ્લાનો વરસાદ

vartmanpravah

પાર, તાપી, નર્મદા રિવર લિંક પ્રોજેક્‍ટ પડતો મુકાયો : કેન્‍દ્ર સરકારની જાહેરાત

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ટ્રક ડ્રાઈવરોની સૂચિત હડતાળ મુદ્દે બેઠક મળી

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપમાં લોકસભાના ઉમેદવાર ધવલ પટેલનો વિરોધ : પત્રિકા-લેટર વોર પ્રદેશ ભાજપ સુધી

vartmanpravah

બાળકના જન્‍મ પહેલાંથી લઈ તેના અભ્‍યાસ અને આરોગ્‍યની કાળજી લેતી દેશની પહેલી સરકાર એટલે મોદી સરકારઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

Leave a Comment