October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અખિલ બ્રહ્માંડની અધિષ્ઠત્રી જગદંબા સદૈવ કલ્‍યાણકારી છેઃ પ્રફુલભાઇ શુક્‍લ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: વલસાડના ગીતાસદનમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્‍લની 845મી દેવી ભાગવત કથાને આજે હર્ષોલ્લાસ સાથે વિરામ આપવામાં આવ્‍યો હતો. બાળ કથાકાર યેશુબા બારોટની પ્રથમ કથાને વિરામ અપાયો હતો. આજે નવમો નવચન્‍ડી યજ્ઞ પુનિત શર્મા તથા શારદાબેન ટંડેલના હસ્‍તે સંપન્ન થયો હતો. મુખ્‍ય યજમાન અલ્‍કાબેન તુલસીભાઈ ઢીમ્‍મર દ્વારા પૂજ્‍ય બાપુ અને ભૂદેવોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આયોજક લક્ષ્મીબેન કૌશિકભાઈ બારોટને સાફો પહેરાવી માતાજીની તલવાર આપીને વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતું. અષાઢી અનુસ્‍થાનને વિરામ આપતાં પ્રફુલભાઈ શુક્‍લએ કહ્યું હતું કે, અખિલ બ્રહ્માંડ નિઅધિષ્ઠત્રી જગદંબા સદૈવ કલ્‍યાણકારી છે. માઁ બધાને સુખ-શાંતિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. સ્‍વ. સાગર તુલસીભાઈ ઢીમ્‍મરને કથાનું પુણ્‍ય અર્પણ કરવામાં આવ્‍યું હતું.માનસરોવર હોટેલવાળા મહેન્‍દ્રભાઈ અગ્રવાલ તરફથી મહા પ્રસાદ આપવામાં આવ્‍યો હતો. કથામાં સહભાગી બનનારા દાતા ઓ અને ગીતા સદનના પદાધિકારીનો આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

Related posts

વાપી દમણગંગા કિનારે બિહાર એસોસિએશન દ્વારા આસ્‍થા સાથે ધૂમધામથી દ્વિતીય ચૈત્રી છઠ્ઠની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો

vartmanpravah

કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ ધોડીને મળી રહેલું વ્‍યાપક સમર્થન : ડોર ટુ ડોર પ્રચાર : કાફલામાં જોવા મળી રહેલો વધારો

vartmanpravah

વૈશાલી મર્ડર કેસની મુખ્‍ય આરોપી બબીતા શર્માને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા

vartmanpravah

સેલવાસનાઆમલી વિસ્‍તારમાં દૂકાનોની બહાર ઉતારવામાં આવેલ ક્રેટમાંથી દૂધ ચોરી જવાની ઘટના સીસીટીવી કેદ

vartmanpravah

દમણ ભાજપ દ્વારા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment