ગામની જ એક રાજકીય મહિલાએ કરી હતી ફરિયાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.09: પારડી તાલુકાના ઉદવાડા ગામ ખાતે રહેતો એક યુવાન છેલ્લા એક વર્ષથી ઉદવાડા ગામની જ એક રાજકીય ઉચ્ચ હોદ્દો ધરાવતી મહિલાની છેડતી કરી માનસિક ત્રાસ આપતો હોય અને વિડીયો ઉતારી વાયરલ કરતો હોવાની અરજી મહિલાએ પારડી પોલીસ સ્ટેશનમાં કરી હતી. જેને લઈ પારડી પોલીસ આ યુવાનને પારડી પોલીસ સ્ટેશનને લાવી પોલીસની ભાષામાં બરાબરની શિખામણ આપી હતી હતી.
આ કેસની વધુ તપાસ પારડી પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ વાળા કરી રહ્યા છે.