January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ફીટ ઈન્‍ડિયા સાઇકલીંગમાં 10 કિમીની સાઈકલ રાઈડ યોજાઈ

વલસાડના ત્રયમ ફાઉન્‍ડેશનના સ્‍થાપક ભૈરવીબેન જોશી કેન્‍દ્રીય
મંત્રી સાથે સાયકલિંગ કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.17: સમગ્ર ભારતમાં ફિટ ઈન્‍ડિયા સાઈકલીંગ ટયુશ ડેની ઉજવણી સાથે વલસાડમાં પણ તેના માટે ત્રયમ ફાઉન્‍ડેશન દ્વારા 10 કિમીની સાઈકલ રાઈડનું આયોજન કરાયું હતુ. ડિસેમ્‍બરની ફૂલ ગુલાબી ઠંડીમાં યોજાયેલી આ સાઈકલ રાઈડમાં વલસાડ શહેરના અનેક સ્‍વાસ્‍થ્‍ય પ્રેમીઓ જોડાયા હતા. તેમણે વલસાડમાં 10 કિમીની સાઈકલ રાઈડ કરી અન્‍ય લોકોને પણ સાઈકલીંગ કરવા પ્રેરણા આપી હતી. વલસાડના લોકો શિયાળાના દિવસોમાં રેગ્‍યુલર સાયકલિંગ કરવા તરફ વળે અને તંદુરસ્‍ત બને તે માટે ખાસ સાયકલિંગ ઈવેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ ઈવેન્‍ટની જાહેરાત સોમવારે કરાઇ હતી અને તેની જાહેરાત સાતેમાત્ર એક દિવસમાં 39 લોકોએ તેમાં રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું હતુ અને તેઓ આ સાઈકલ રાઈડમાં જોડાયા હતા. જ્‍યારે ત્રયમ ફાઉન્‍ડેશનના સ્‍થાપક સભ્‍ય વલસાડના ડેન્‍ટીસ્‍ટ ડો. ભૈરવીબેન જોષીએ દિલ્‍હી ખાતે કેન્‍દ્રના લેબર અને એમ્‍પલોયમેન્‍ટ મિનિસ્‍ટર મનસુખભાઈ માંડવીયાની મુખ્‍ય ઈવેન્‍ટમાં સાઈકલીંગ કર્યું હતુ. જ્‍યારે તેમની સંસ્‍થા દ્વારા યોજાયેલી ઇવેન્‍ટમાં વલસાડના અનેક સાઇકલીસ્‍ટો જોડાયા હતા. જેમાં નાના બાળકોથી લઇ વડીલો અને મહિલાઓ પણ સહભાગી થઈ હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજનમાં ત્રયમ ફાઉન્‍ડેશનના ખુશ્‍બુ વૈદ્ય, વિભા દેસાઈએ ભારે જહેમત ઉઠાવી હતી. આ સાઈકલ રાઈડના આયોજનમાં વલસાડ રેસર્સના સભ્‍યો નિતેશ પટેલ અને પ્રિતેશ પટેલ પણ સહભાગી થયા હતા.

Related posts

વાપી મહેસાણા યુથ મંડળ દ્વારા જીવદયા કાર્ય હેતુ ઉત્તરાયણ પર્વે 3 હજાર લાડુ શ્વાન માટે બનાવ્‍યા

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah

મહેસૂલી વિભાગને લગતા પ્રજાજનોના પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ માટે નવસારીથી  “મહેસૂલી મેળા”નો શુભારંભ કરાવતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

vartmanpravah

દમણમાં ડુપ્‍લીકેટ નંબર પ્‍લેટ સાથેની એક રેનોલ્‍ટ ડસ્‍ટર કાર જપ્ત : આરોપીની ધરપકડ

vartmanpravah

તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્‍સ્‍ટ્રા બસો દોડાવાશેઃ 105 બસો સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી

vartmanpravah

ભારત રામરાજ્‍યની તરફઃ ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ

vartmanpravah

Leave a Comment