Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીની જી.ટી.યુ. ના ટોપ ટેનમાં સિધ્‍ધિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જુન -2022 માં લેવાયેલી ત્રીજા વર્ષ બી. ફાર્મસીના છઠ્ઠા સેમેસ્‍ટરનીપરીક્ષાનું ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા તારીખ 30/08/2022 મંગળવારના રોજ જાહેર કરેલ પરિણામમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ દર વર્ષની જેમ જી.ટી.યુ. ટોપ ટેનમાં રહેવાની પરંપરા આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જાળવી રાખી છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના ટોપ ટેનમાં પુજારી વંદના શિવા એ 9.44 સી.પી.આઈ. મેળવી સમગ્ર યુનિવર્સિટીમાં દશમો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આવી ઝળહળતી સિધ્‍ધી બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના આધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍ય. પૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમ પૂજ્‍ય પુરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પરમ પૂજ્‍ય રામસ્‍વામીજી, ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્‍ટીગણ, કેમ્‍પસ એકેડેમિક ડીરેક્‍ટર ડો. શૈલેશ વી. લુહાર, કેમ્‍પસ ડીરેક્‍ટર શ્રી. હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

પારડી નગર પાલિકા વિસ્‍તારમાં બની રહેલ રોડમાં કોન્‍ટ્રાકટરની ક્ષતિઓ બહાર આવી

vartmanpravah

વલસાડમાં નિઃશુલ્‍ક લિંબ-કેલીપર્સ અને ફ્રી કાર્ડીયાર્ક કેમ્‍પ

vartmanpravah

વાપીમાં યુનાઈટેડ ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલોપમેન્‍ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા પેપર મિલો માટે વર્કશોપ યોજાયો

vartmanpravah

2016, ઓગસ્‍ટથી પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ નીતિ-નિયમ અને કાયદાની મર્યાદામાં રહી વ્‍હાઈટ ધંધા-ઉદ્યોગોને મળેલું ઉત્તેજન

vartmanpravah

વાપી વીઆઈએ દ્વારા નવ નિમણુંક પોલીસ અધિકારીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

દમણના આસિસ્‍ટન્‍ટ એક્‍સાઇઝ કમિશનર મોહિત મિશ્રાના પરિપત્ર અનુસાર સંઘપ્રદેશમાં મહાવીર જયંતિ પર ડ્રાય ડે જાહેર કરવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment