Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની 12956 ગંગા સ્‍વરૂપા બહેનોને આધાર કાર્ડ-મોબાઈલ નંબર અપડેટ/ લીંક કરાવવા અનુરોધ

જે તે તાલુકાની મામલતદાર કચેરી અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે: 7 દિવસમાં મોબાઈલ નંબર અને આધાર અપડેટ ન કરાવશો તો સહાય સ્‍થગિત થઈ જશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: ગંગા સ્‍વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય યોજના) હેઠળ દર મહિને રૂા.1250 ની સહાય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. સરકારશ્રી દ્વારા યોજનાની પારદર્શિતા માટે હાલમાં આધાર બેઈઝડ પેમેન્‍ટ શરૂ કરવામાં આવ્‍યું છે.
વલસાડ જિલ્લામાં 44,401 બહેનો ગંગા સ્‍વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત નોંધાયેલી છે. જેમાંથી 2446 વિધવા બહેનોનાં આધારકાર્ડ અને 10510 બહેનોના મોબાઈલ નંબર અપડેટ/ લીંક કરાવ્‍યા નથી. જેથી આ યોજનાનો લાભમેળવનાર ગંગા સ્‍વરૂપા બેહેનોને અનુરોધ કરવામાં આવે છે કે, જેમણે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર અપડેટ/લીંક ન કરાવ્‍યા હોય અથવા જેઓનાં મોબાઈલ નંબર બદલાયા છે અને અપડેટ નથી કરાવ્‍યા તેઓએ 7 દિવસમાં નજીકની મામલતદાર કચેરી અથવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ખાતે પોતાનો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ અપડેટ કરાવવાનો રહેશે, અન્‍યથા તે લાભાર્થીઓની સહાય સ્‍થગિત થઈ શકે છે. જેની નોંધ લેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-2 પ્રથમ માળ, વલસાડ, દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે ફોન નંબર 02632- 222224 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

Related posts

વાપીથી એરગન રાખનાર ઈસમને એલસીબીની ટીમે ઝડપી પાડયો

vartmanpravah

વાપી રોટરી રિવરસાઈડ અને યુનિક એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા પ્રાથમિક શાળા વટાર ખાતે આઈ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી બસની મહિલા કંડક્‍ટર આત્‍મહત્‍યા કેસમાં દિકરીના ન્‍યાય માટે પિતાએ સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં અધિકારી નોંધાવેલી ફરિયાદ

vartmanpravah

ઉમરગામ વિસ્‍તારમાં 16 જેટલી ચોરી કરનાર ધોત્રે ગેંગના બે રીઢા ચોરને 10.31 લાખના મુદ્દામાલ સાથે પોલીસે દબોચ્‍યા

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા વિકસિતભારત સંકલ્‍પ યાત્રાના બીજા દિવસે ડુંગરા અને સુલપડમાં કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઘણાં સમયથી સેલવાસમાં જ્‍વેલર્સોને નકલી દાગીના સાથે અસલી બિલ આપી છેતરપિંડી કરતી મહિલા ગેંગ અંતે ઝડપાઈ

vartmanpravah

Leave a Comment