June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં તાલુકા કક્ષાના યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિભાગોમાંથી 75-જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના માર્ગદર્શન હેઠળ બીઆરસી દ્વારા ચીખલી કુમાર-કન્‍યા શાળામાં આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદ્દઘાટન ધારાસભ્‍ય નરેશભાઈ પટેલના હસ્‍તે તાલુકા પંચાયત પ્રમુખ તેમજ કલ્‍પનાબેન ગાવિત, ઉપપ્રમુખ ડાયર્ટના પ્રચાર્ય વાય.કે.પટેલ, ડીપીઇઓ ડો.ભગીરથસિંહ પરમાર સહિતનાની ઉપસ્‍થિતિમાં કરવામાં આવ્‍યું હતું.
બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલુકાની 75-જેટલી શાળાના 150-બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લઈ સ્‍વાસ્‍થ્‍ય, જીવન પર્યાવરણને અનુરૂપ જીવન શૈલી, કૃષિ ખેતી પ્રત્‍યાપન અને વાહન વ્‍યવહાર, ગણનાત્‍મક ચિંતન સહિતના અલગ અલગ પાંચ વિભાગોમાંથી 75-જેટલી કળતિઓ રજૂ કરવામાં આવી હતી. તાલુકા ભરની શાળામાંથી આવેલા વિદ્યાર્થીઓને બાળ વૈજ્ઞાનિકો દ્વારા કૃતિઓને હેતુ અને ઉપયોગ અમે ફાયદા વિશે જાણકારી આપી હતી. ધારાસભ્‍ય નરેશભાઈ પટેલે તમામ બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવી પ્રોત્‍સાહીત કર્યા હતા.
બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને સફળ બનાવવા ઈન્‍ચાર્જ ટીપીઈઓ વિજયભાઈ બીઆરસી કોરડીનેટર અશ્વિનભાઈ પ્રાથમિક શિક્ષક સંઘના યોગેનસિંહ પરમાર, રવિભાઈ ટંડેલ સહિતના હોદ્દેદારો યજમાન કુમાર શાળાના આચાર્ય સુનિલભાઈ કન્‍યા શાળાના આચાર્ય જયંતિકાબેન પટેલ, શિક્ષક સંઘના હોદ્દેદારો સીઆરસીઓ, કેન્‍દ્ર શિક્ષકો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

Related posts

વલસાડ જિલ્લાના સરોધી ગામે વિશાળ કાય અજગર રેસ્‍કયુ કરાયો

vartmanpravah

દાનહઃ રખોલી દમણગંગા નદીના બ્રીજ પરથી અજાણ્‍યા યુવાને ઝંપલાવી દેતાં ઘટના સ્‍થળ પર જ નિપજેલું મોત

vartmanpravah

વાપીમાં નવો સોલર એનર્જીનો અધ્‍યાય શરૂ થયો: મહાવીર સોલર પેનલ ડિસ્‍ટ્રીબ્‍યુશન બ્રાન્‍ચનો આરંભ

vartmanpravah

રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે ઉમરગામ નગરપાલિકાના રૂા. ૭.૧ કરોડના વિકાસના કામોનું લોકાર્પણ, ખાતમુર્હૂત અને ભૂમિપૂજન કરાયું

vartmanpravah

વાપી ટુકવાડા હાઈવે ઉપર રોડ મરામતની કામગીરી અંતે શરૂ થઈ : વાપીના સર્વિસ રોડ પણ મરામત માગે છે

vartmanpravah

દમણના ખારીવાડ-મીટનાવાડ વિસ્‍તારમાં સરકારી જમીન ઉપર બનેલ 18 બાંધકામોને જમીનદોસ્‍ત કરાયા

vartmanpravah

Leave a Comment