January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી હાઈવે ઉપર ટ્રકમાંથી એસીડ ભરેલું ડ્રમ પડી જતા અફરા તફરી મચી

એસીડ રોડ ઉપર રેલાતા ધુવાડાના ગોટેગોટા છવાઈ જતા લોકોનો શ્વાસ રુંધાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05
વાપી હાઈવે ગુંજન ગીરીરાજ હોટલ સામે આજે શુક્રવારે 10 વાગ્‍યાના સુમારે અચાનક ટ્રકમાંથી એક એસીડ ભરેલ મહાકાય ડ્રમ નીચે પડી જતા અફરા તફરીનો માહોલ કલાકો સુધી છવાઈ ગયો હતો.
વાપી નેશનલ હાઈવે ગીરીરાજ હોટલ સામે અમદાવાદ તરફ જતી લાઈન ઉપર આજે સવારે ટ્રકમાંથી મહાકાય એસીડ ભરેલુ ડ્રમ નીચે પટકાયું હતું. પટકાતાની સાથે ડ્રમ લીકેજ થતા રોડ ઉપર એસીડનો વહાવ શરૂ થયો હતો.જેને લઈ ચોમેર ધુમાડાના ગોટેગોટા વાતાવરણમાં ફેલાયેલા હતા. આજુબાજુમાં એકત્ર થયેલા અને આવતા જતા વાહન ચાલકોના શ્વાસ રુંધાવા લાગેલા. ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરવામાં આવતા ઘટના સ્‍થળે ધસી આવેલ, ઢોળાયેલા એસીડ ઉપર ફોર્મ અને પાણીનો મારો ચલાવાયેલા. જેથી ધુવાડો કાબુમાં આવી ગયો હતો. ડ્રમને બાંધીને સલામત સ્‍થળે ખસેડાયું હતું. ક્‍યાંની ટ્રક હતી તેની પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

Related posts

vartmanpravah

નશાની હાલતમાં મોટી દમણના વીવીઆઈપી સરકિટ હાઉસની કમ્‍પાઉન્‍ડ વોલ ફુલસ્‍પીડમાં ગાડી અથડાવી તોડી નાંખી

vartmanpravah

વાપી કેબીએસ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ કોલેજમાં એનએસ યુનિટ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી આશાધામ સ્‍કૂલરોડ ઉપર યુવાનનો રીક્ષામાં જોખમી સ્‍ટંટ : અવર જવરમાં જોખમ ઉભુ કર્યું

vartmanpravah

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે 14મી માર્ચથી શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનો થનારો આરંભ

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાનહનું 78.48 ટકા આવેલું પરિણામ

vartmanpravah

Leave a Comment