September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની વ્‍હારે આવતી જીવદયા ગ્રુપ પારડી

સ્‍કૂલોમાં જઈ છત્રી તથા નોટબુક અને ચોપડીઓનું કર્યું ફ્રીમાં વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.13: પારડી તથા આજુબાજુના વિસ્‍તારમાં સાપ નીકળે એટલેજીવદયા ગ્રુપ પારડીને ફોન કરતા જ તરત જ જીવદયા ગ્રુપના સભ્‍યો સ્‍થળ પર આવી કોઈપણ પ્રકારના સાપનું રેસ્‍કયુ કરી સહી સલામત લઈ જતા હોય છે.
જીવ દયા ગ્રુપ ફક્‍ત સાપ પકડવાનું જ કામ નથી કરતી પરંતુ કોરોના કાર્ડ દરમિયાન સતત ટિફિન સેવા આપ્‍યા બાદ હાલમાં એમ્‍બ્‍યુલન્‍સની સેવા પણ આપી રહી છે. ટૂંકમાં જીવદયા ગ્રુપ પાર્ટી એમના પ્રમુખ અલી અન્‍સારીના નેજા હેઠળ અનેક સેવાકીય પ્રવૃતિઓ પણ કરી રહી છે.
આ સેવામાં એક નવું પીછું ઉમેરતા આજરોજ પારડી ખાતે આવેલ પ્રાથમિક કન્‍યાશાળા કંસારવાળ ખાતે જઈ 64 જેટલી વિદ્યાર્થીનીઓને ચોમાસાની સિઝનને લઈ ફ્રીમાં છત્રીનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
આ ઉપરાંત ડુંગરી ખાતે આવેલ કળષિ ઉદ્યોગ મુખ્‍ય શાળા ખાતે પહોંચી તમામ 135 વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને નોટબુક તથા ચોપડીઓનું ફ્રીમાં વિતરણ કરી એક ઉમદા કાર્ય કરી સમાજને એક નવી રાહ ચીંધી હતી.
વધુમાં પ્રમુખ અલી અન્‍સારીએ જણાવ્‍યું હતું કે, ચોમાસાની સિઝનને લઈ સાપો પણ વધુ નીકળતા હોય સ્‍કૂલમાં જઈ સાપો વિશેની જાણકારી વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને આપવામાં આવશે.
અંતમાં તેઓએ પારડી તથા આજુબાજુ વિસ્‍તારના તમામ લોકોને એક અપીલ કરી છે કે આપણા વિસ્‍તારમાં કોઈ પણ પ્રકારના સાપો દેખાય તો એમને મારી ન નાખતા તરતજીવદયા ગ્રુપનો સંપર્ક કરો. અમારા સભ્‍યો તાત્‍કાલિક સ્‍થળ પર આવી સહી સલામત રીતે સાપનું રેસ્‍કયુ કરી લઈ જશે.
આજના આ કાર્યક્રમમાં જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્‍સારી, રાજુભાઈ મંગનાની, ગીતાબેન પટેલ, પ્રીતિબેન પટેલ, વિરલ પટેલ, સંગીતા જાદવ, મુસ્‍તુ તેજી, દેવાંગ પટેલ, મિતેશ પટેલ, સાવન પટેલ તથા નૂરઝહા અન્‍સારી જેવા જીવદયા ગ્રુપ પારડીના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

જિલ્લા પ્રભારી મંત્રીએ વરસાદથી અસરગ્રસ્‍તોની મુલાકાત લીધી

vartmanpravah

ચીખલીની તથ્‍ય ફાર્મસી કોલેજના કમ્‍પાઉન્‍ડમાંથી ખેરગામની યુવતી ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

vartmanpravah

સેલવાસથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસને નડેલો અકસ્‍માત

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કદમતટાપુની લીધેલી મુલાકાતઃ વિવિધ પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ અનેમુલ્‍યાંકન

vartmanpravah

લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક ઉપરથી ઉત્તેજના ગાયબઃ પહેલી વખત વિકાસની રાજનીતિ ટોપ ઉપર

vartmanpravah

લાયન્‍સ ઇંગ્‍લિશ સ્‍કૂલ ભારત સ્‍કાઉટ ગાઇડ દ્વારા વૃક્ષારોપણ કરાયું: વન સંપત્તિનું રક્ષણ એ આપણા સૌની જવાબદારી છેઃ રાજ તિલક સેલવા

vartmanpravah

Leave a Comment