Vartman Pravah
Breaking Newsવાપી

વાપી સી ટાઈપમાંથી કારની ઉઠાંતરી

(વર્તમાન પ્રવાહ, ન્‍યુઝ નેટવર્ક) વાપી(ચલા), તા.24:
વાપી જીઆઈડીસીના સી ટાઈપ વિસ્‍તારના ભીડભંજન સોસાયટીની સામે, માર્ગની બાજુમાં પાર્કિંગમાં મૂકેલી કારની ઉઠાંતરી તસ્‍કરો કરી ગયાની ફરિયાદ વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં નોંધાવા પામી હતી.
વાપી ઉદ્યોગનગર પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વાપી જીઆઈડીસી સી ટાઈપ વિસ્‍તારના ભીડભંજન સોસાયટીમાં મંગળજી ઓખાજી ઠાકોર (ઉં.આ.72 મૂળ રહે. મહેસાણા) પરિવાર સાથે રહે છે. ગત તારીખ 9-1-2022 ના રોજ કાર નં. જીજે-15 સીજે-3526 (કિંમત આશરે 2 લાખ) ને સોસાયટીની સામે, માર્ગની બાજુમાં પાર્કિંગમાં લોક કરીને મૂકી હતી. જે રાત્રીના સમયે તસ્‍કરોએ કોઈક સાધન વડે વાહનનું લોક ખોલી નકલી ચાવી અથવા ડાયરેકટ ચાલુ કરી કારની ઉઠાંતરી કરી ગયા હતાં. સવારે પાર્કિંગમાં કાર નજરે ન પડતા તેની શોધખોળ આદરી હતી. જે બાદ કોઈ પત્તો ન લાગતા વાપી ઉદ્યોગનગર પોલીસ મથકમાં કાર ઉઠાંતરી થયાની ફરિયાદ નોંધાવી હતી.

Related posts

પારડીના પીઆઈ જી.આર.ગઢવીએ ચાર્જ સંભાળતા જ અનેક ગુનાઓ ઉકેલવામાં મળી સફળતા

vartmanpravah

ચીખલી તાલુકા સહિત જિલ્લામાં ઈન્‍કમટેક્ષ રિટર્ન ફાઈલ થયેલ હોય તેવા પ્રધાનમંત્રી કિસાન સન્‍માન નિધિના લાભાર્થી ખેડૂતોને રિકવરી માટે જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી

vartmanpravah

ખતલવાડા ગામની સ્‍મશાન ભૂમિનું જર્જરીત મકાન તૂટી પડયું

vartmanpravah

બાલદેવીમાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિને અટકાવવા સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને મીનાબેન પટેલે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

ભાનુજ્‍યોત સ્‍કૂલમાં યોજાયેલો ધ્‍વજારોહણનો કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment