Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલા રોડ ગોલ્‍ડ કોઈન સર્કલ પાસે કાદવમાં 40 જેટલા ટુવ્‍હિલર સ્‍લીપ : કેટલાક હોસ્‍પિટલ ભેગા થયા

હજુ તો ચોમાસાનો પ્રારંભ જ છે ત્‍યારે જ વાપીના હાલ બેહાલ થઈ રહ્યા છે : પાલિકાનું મૌન લોકોને અકળાવી રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વાપી વિસ્‍તારમાં હજુ ચોમાસાનો માત્ર પ્રારંભ થયો છે ત્‍યાં શહેરમાં વરસાદી ખાના ખરાબી શરૂ થઈ ચૂકી છે. વાપી ચલા રોડ ઉપર ગોલ્‍ડ કોઈન સર્કલ પાસે ગત રાત્રે રોડ ઉપર થયેલા કાદવ કીચડને લઈ 40 જેટલા ટુવ્‍હિલર ચાલકો સ્‍લીપ થઈ ગયા હતા. જેને લઈ વાહન ચાલકો લાલધૂમ થઈ ગયા હતા.
વાપી માટે સન 2024નું ચોમાસું આકરુ અને મુશ્‍કેલી ભર્યુ રહેશે. તેનો પરચો પહેલા જ વરસાદમાં મળી ગયો છે. ગતરાત્રે ગોલ્‍ડ કોઈન સર્કલ ઉપર થયેલ બેફામકાદવ કિચ્‍ચડને લઈ ટપોટપ વાહનો ખાસ કરીને ટુવ્‍હિલરો સ્‍લિપ થઈ ગયા હતા. એક-બે-ત્રણ નહિ પણ 40 જેટલા બાઈક અને મોપેડ સ્‍લિપ થયા હતા. જેમાં તો કેટલાકના હાડકા ભાંગ્‍યા હતા તો કેટલાકને નાની મોટી ઈજાઓ થતા હોસ્‍પિટલ ભેગા થવાનો વારો આવ્‍યો હતો. આથી કફોડી સ્‍થિતિ મોપેડ લઈ બાળકો સાથે નિકળેલી મહિલાઓની બની હતી. બાળકો સાથે મહિલા પણ કાદવમાં સ્‍લીપ ખાઈ પટકાતી જોવા મળી હતી. હજુ તો ચોમાસાની શરૂઆથ જ છે ત્‍યાં હાલત બગડી રહી છે. આ રોડ ઉપર બની રહેલ રેલવે ફલાય ઓવરનું કામ અધુરુ પડયું છે. જેના ખાડાઓની માટી છેક ટાયરે ચોંટી ગોલ્‍ડ કોઈન સર્કલ સુધી આવી રહી છે. પરિણામે કાદવ કીચ્‍ચડ થઈ ગયો છે. પાલિકાની બેદરકારી છતી થઈ છે. મોડી રાત્રે પોલીસ બેટરીથી ભય સુચક સિગ્નલ આપતી જોવા મળી હતી. પણ આ તો શરૂઆત છે, આગળની ઉભી થનાર સ્‍થિતિ માટે સાવધાન બની જજો.

Related posts

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં ભવ્‍ય આનંદ મેળો યોજાયો

vartmanpravah

સાયલીની કેમકો કંપનીના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાલ

vartmanpravah

ચીખલીમાંમુખ્‍યમાર્ગ સ્‍થિત ધાર્મિક દબાણ દૂર કરવાની પહેલ હિન્‍દૂ પક્ષ દ્વારા કરી બગલાદેવ મંદિરનો શેડ સ્‍વેચ્‍છાએ ઉતારી વિધિપૂર્વક મૂર્તિ ખસેડવાની તજવીજ હાથ ધરી

vartmanpravah

ચીખલીમાં વૈકલ્‍પિક એસ.ટી. બસ સ્‍ટેન્‍ડમાં અપૂરતી જગ્‍યા અને સલામતીની વ્‍યવસ્‍થાના અભાવ વચ્‍ચે મુસાફરોની ભીડમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ

vartmanpravah

રાષ્ટ્રપતિ શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ-2019 વિજેતા વિરેન્‍દ્રભાઈ પટેલનું વાપી પી.ટી.સી. કોલેજમાં ‘શિક્ષક દિન’ નિમિત્તે કરાયેલું સન્‍માન

vartmanpravah

પારડી ટ્રાફિક પોલીસનો સપાટોઃ લાયસન્‍સ અને હેલ્‍મેટ વિના રોમીયોગીરી કરનારાઓની 20થી વધુ બાઈકો કબજે લેવાઈ

vartmanpravah

Leave a Comment