July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ વાપી અને વાઈબ્રન્ટ બિઝનેસ પાર્ક દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મસમાજ-વાપી અને વાઈબ્રન્‍ટ બિઝનેસ પાર્ક, વાપી દ્વારા ‘‘વૃક્ષારોપણ કાર્યક્રમ” તા.20 જુલાઈ 2023ના રોજ 11 વાગે વાઈબ્રન્‍ટ પાર્ક વાપી તેમજ શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજની વાડી, ચણોદ, વાપી ખાતે રાખવામાં આવ્‍યો હતો.
શિવ એટલે કે પ્રકૃતિ અને તેમની સેવા કરવાનાં આશયથી ‘‘વૃક્ષારોપણનો પવિત્ર પ્રકૃતિ યજ્ઞ કરવામાં આવ્‍યો હતો. જેમાં અનેક પ્રકારના વૃક્ષોનાં રોપાનું રોપણ કરવામાં આવ્‍યું હતું.
આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વાઈબ્રન્‍ટ પાર્કના પ્રમુખ રોહિત સોમપુરા, સેક્રેટરી અમિતભાઈ ભટ્ટ, ખજાનચી નિધીભાઈ શાહ તેમજ વાઈબ્રન્‍ટ પાર્કની ટીમ જોડાઈ હતી.
શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજના પ્રમુખ અમિતભાઈ ભટ્ટ, સેક્રેટરી જયેશભાઈ પાઠક, પ્રોજેક્‍ટ ચેરમેન હિરેનભાઈ ગોર, ખજાનચી રીતેશભાઈ રાવલ દ્વારા આ સંપૂર્ણ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્‍યું હતું. બ્રહ્મ સમાજના ભૂતપૂર્વ પ્રમુખ ભદ્રેશભાઈ પંડયા, હાલના ઉપ પ્રમુખ હાર્દિકભાઈ જોશી, સહ ખજાનચી હાર્દિક મહેતા, જીગ્નેશભાઈ જોશી, શિવમભાઈ બધેકા વગેરે જોડાયા હતા.

Related posts

ત્રણ રાજ્‍યની ચૂંટણીમાં ભાજપની ભવ્‍ય જીત થતા ચીખલી ચાર રસ્‍તા ઓવરબ્રિજ નીચે ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી વિજય ઉત્‍સવ મનાવ્‍યો

vartmanpravah

આંબોલીમાં રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા વિનામૂલ્‍યે આંખની તપાસ શિબિર યોજાઈ

vartmanpravah

સેલવાસ દમણગંગા નદીમાં વધુ એક વ્‍યક્‍તિએ લગાવી મોતની છલાંગ

vartmanpravah

કપરાડાના સુખાલા ગામે મધમાખીના ડંખ મારવાથી એક વ્‍યક્‍તિનું થયું મોત

vartmanpravah

વાપી મચ્‍છી વિક્રેતાઓનો પાલિકામાં હલ્લાબોલ : માર્કેટમાં ગાળાના દૈનિક 100ની વસુલાતનો વિરોધ

vartmanpravah

વાપીમાં બેંકના મહિલા ખાતેદારના ખાતામાંથી બનાવટી સહી કરી 30.59 લાખ ઉપાડી લેનાર આરોપીના જામીન નામંજૂર

vartmanpravah

Leave a Comment