December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પાર નદી નાના-મોટા ડેમ વચ્‍ચે બે દિવસથી ફસાયેલ માછીમારનું રેસ્‍ક્‍યું કરાયું

નાની ચણવઈનો બિપીન પટેલ માછી મારવા ડેમમાં ગયો હતો બાદમાં પાણી વધી ગયેલ

(વર્તમાનપ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: ‘‘રામ રાખે તેને કોણ ચાખે” કહેવત આજે વલસાડમાં પ્રતિત થઈ હતી. નાની ચણવઈનો માછીમાર ત્રણ દિવસ પહેલા માછીમારી માટે પાર નદીના નાનામોટા ડેમ વચ્‍ચે ગયો હતો પરંતુ પાણી અછાનક વધી જતા માછીમાર અંદર જ ફસાઈ ગયો હતો. બે દિવસ બાદ આજે માંગેલા લાઈફ સેવરના યુવાનોએ માંગેલા લાઈફ સેવરના યુવાનોએ માછીમારને હેમખેમ બચાવી કિનારે લાવવામાં આવતા જીવનદાન મળ્‍યું હતું.
છેલ્લા પંદર દિવસથી મેઘરાજાની મહેર નહિ બલ્‍કે હવે અતિવૃષ્‍ટિની અનેક આડ અસરો સપાટી ઉપર આવી રહી છે. જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. નદીના અનેક કોઝવે-ડેમ ગરકાવ થઈ ચુક્‍યા છે. અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. 42 જેટલા રોડ-રસ્‍તા બંધ થઈ ચૂક્‍યા છે. આવા વરસાદી માહોલ વચ્‍ચે એક અજીબ ઘટના પ્રકાશમાં આવી છે. નાની ચણવઈનો બિપીન મોહન પટેલ નામનો માછીમાર પાર નદીના નાના-મોટા ડેમમાં ત્રણ દિવસ પૂર્વે માછીમારી કરવા ગયો હતો. પાણી વધી જતા બે દિવસ તેણે ઝૂપડીમાં વિતાવ્‍યા, અંતે આજે બિપીનને માંગેલા લાઈફ સેવરના યુવાનોએ રેસ્‍ક્‍યુ કરી બહાર કાઢયો હતો.

Related posts

વાપી હાર્દિક જોશી એકેડમી દ્વારા સ્‍ટેટ કરાટે ચેમ્‍પિયનશીપ યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે મણિપુરની ઘટનાના સંદર્ભમાં જિલ્લા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

વાપીની પરિણિતાએ સુરતના સાસરીયા વિરૂધ્‍ધ દહેજ અંગે ફરિયાદ નોંધાવી : પતિ 10 લાખ દહેજ માંગતો હતો

vartmanpravah

હિંગળાજ ગામે ખાડી કિનારે બોટમાંથી દારૂનો જથ્‍થો ઝડપાયો : ત્રણ ફરાર

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. વિસ્‍તારમાં ડોર ટુ ડોર પ્રચાર અભિયાન દરમિયાન લાલુભાઈ પટેલનું ઠેર ઠેર કરાયેલું ઉમળકાભેર સ્‍વાગત

vartmanpravah

વાપીમાં ભારતરત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની દબદબાપૂર્વક ઉજવણી

vartmanpravah

Leave a Comment