-
દાનહ જિ.પં.ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે ડો અપૂર્વ શર્માની વરણી : સેલવાસ ન.પા.ના સી.ઓ. તરીકે ચાર્મી પારેખ વધારાની જવાબદારી સંભાળશે
-
વિવેક કુમાર દીવના એડીએમ તરીકે નિમાયા : મોહિત મિશ્રાની દમણના ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્તિ
(વર્તમાન પ્રવાહ ન્યુજનેટવર્ક)
દમણ, તા.02
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દાનિક્સ અધિકારીઓની બદલી અને તેમના વિભાગોમાં ફેરબદલ કરી પ્રશાસનમાં નવી તાજગી લાવવાનો પ્રયાસ કર્યો છે.
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે શ્રી ડો. અપૂર્વ શર્માની નિયુક્તિ કરી છે અને તેમને દાનહ અને દમણ-દીવના પ્રવાસન , આર્કોલોજી અને આર્ચીવ્સ તથા લેબર અને એમ્પ્લોયમેન્ટ વિભાગના ડાયરેક્ટર કમ જોઈન્ટ સેક્રેટરી તરીકેનો પણ વધારાનો હવાલો સુપ્રત કરવામાં આવ્યો છે.
સુશ્રી ચાર્મી પારેખને સેલવાસના રેસીડેન્ટ ડેપ્યુટી કલેક્ટર કમ એસડીએમ સાથે દાનહના સહાયક એક્સાઈઝ આયુક્ત, દાનહના સામાન્ય વહિવટ અને પ્રોટોકોલ તથા ફરિયાદ નિવારણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર અને એસ.સી, એસ.ટી, ઓ.બીસી અને માઈનોરીટી ફાયનાન્સ કોર્પોરેશનના જનરલ મેનેજર,દાનહના ચીફ પબ્લીસીટી ઓફિસર, સેલવાસ સ્માર્ટ સીટી મિશનના સીઈઓ, દાનહના વેટ અને જીએસટી તથા લેબર અને એમ્પ્લોયમેન્ટ વિભાગના ડેપ્યુટી કમિશનરનો પણ વધારાનો હવાલો સુપ્રત કરાયો છે. તેઓ દાનહના એમ્પ્લોયમેન્ટ ઓફિસર, સેલવાસ મ્યુનિસિપલ કાઉન્સિલના ચીફ ઓફિસર, દાનહના ચીફ ટાઉન પ્લાનર/ એસોસિએટ ટાઉન પ્લાનર, ડીએનએચ પી.ડી.એ.ના મેમ્બર સેક્રેટરી તથા દાનહ ઓઆઈડીસીના જનરલ મેનેજર તરીકેની વધારાની જવાબદારી પણ સુપ્રત કરશે.
સેલવાસ નગર પાલિકાના ચીફ ઓફિસર શ્રો મોહિત મિશ્રાને દમણ (હે.ક્વા.)ના ડેપ્યુટી કલેક્ટર સહ એસડીએમ સાથે દમણના એક્સાઈઝ સહ આયુક્ત, દમણના વેટ અને જીએસટીના ઉપાયુક્ત, દમણ-દીવના ચીફ ટાઉન પ્લાનર, સામાન્ય વહિવટ અને પ્રોટોકોલ દમણના જોઈન્ટ ડાયરેક્ટર, દમણ કો-ઓપરેટીવ સોસાયટીના આસિ.રજીસ્ટ્રાર, લેબર અને એમ્પ્લોયમેન્ટ સંયુક્ત આયુક્તની વધારાની જવાબદારી સંભાળશે. તેઓ દાનહ અને દમણ-દીવના અર્બન ડેવલપમેન્ટ ટાઉન અને કન્ટ્રી પ્લાનિંગ, હોમ વિજીલન્સ વિભાગના ડેપ્યુટી સેક્રેટરી તથા દાનહ અને દમણ-દીવના માહિતી અને પ્રચાર વિભાગ તથા પાવર અને નોન કન્વેશનલ (રિન્યુએબલ) સોર્સિસ ઓફ એનર્જી વિભાગના ડાયરેક્ટર કમ ડેપ્યુટી સેક્રેટરી તથા દમણ અને દીવના ફિલ્ડ પબ્લીસીટી ઓફિસર અને દમણ પીડીએનામેમ્બર સેક્રેટરી તરીકેની વધારાની જવાબદારી સંભાળશે.
દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી વિવેક કુમારને દીવના એડિશનલ ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટની સાથે દીવના ડેપ્યુટી કલેક્ટર કમ એસડીએમ, દીવ ન.પા.ના ચીફ ઓફિસર, દીવ જિલ્લા પંચાયતના સીઈઓ તથા દીવના આર્કોલોજી અને આર્ચીવ્સ તથા લેબર અને એમ્પ્લોયમેન્ટ વિભાગના એડીશનલ સેક્રેટરી, દીવના માઈન્સ અને લેબર એમ્પ્લોયમેન્ટ વિભાગના ડેપ્યુટી કમિશનર તથા જિલ્લા ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમ તથા દીવ કો-ઓપરીવ સોસાયટી દીવના આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર અને સ્માર્ટ સીટી દીવના સીઈઓ તરીકેનો પણ વધારાનો હવાલો સંભાળશે.
દાનિક્સ અધિકારી શ્રી હરમિન્દર સિંઘ દીવના એક્સાઈઝ વિભાગના આસિસ્ટન્ટ કમિશનરની સાથે દીવના વેટ અને જીએસટી વિભાગના ડેપ્યુટી કમિશનર, ટ્રાન્સપોર્ટ, ટુરીઝમ, એજ્યુકેશન અને ઈર્ન્ફોમેશન અને પબ્લીસીટી વિભાગના એડીશનલ ડાયરેક્ટર તથા આરોગ્ય અને સામાન્ય વહિવટ તથા પ્રોટોકોલ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર તથા પીડીએ દીવના મેમ્બર સેક્રેટરી તરીકેની વધારાની જવાબદારી સંભાળશે.