(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
વલસાડ, તા.20: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લાના યોગ કોચ અને સોશિયલ મીડિયા કો-ઓર્ડીનેટર શીતલ ત્રિગોત્રા દ્વારા વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં જલારામ મંદિર ખાતે નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 જેટલા યોગ પ્રેમીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત સમગ્ર જિલ્લામાં ચાલી રહેલા કાર્ય વિશે શીતલબેને માહિતી આપી હતી. સહયોગી તરીક યોગ ટ્રેનર તોરલ મિષાીએ સહકાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વાપી તાલુકામાં આવેલા જલારામ મંદિર ખાતે છેલ્લા બે વર્ષથી યોગના પ્રખર અનુભવી શ્રીમતી તોરલબહેન મિષાી દ્વારા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના સાનિધ્યમાં જન સેવાર્થે સમાજોપયોગી થવાના ઉમદા હેતુ સાથે નિઃશુલ્ક યોગા ક્લાસ ચલાવવામાં આવે છે. જેનો બહોળી સંખ્યામાં લાભ લેવા જણાવાયું છે.
