October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના માલનપાડામાં યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.24: સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ- ગુજરાત સરકાર દ્વારા સ્‍વામી વિવેકાનંદ વન અભિયાન સંદર્ભે વૃક્ષારોપણ કાર્યક્રર્મ ધરમપુરના માલનપાડાના ડુંગર વિસ્‍તારમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં આર.એફ.ઓ. હિરેનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કે. એ. ઝાલા રાઉન્‍ડ ફોરેસ્‍ટર સિંદુમ્‍બર અને એસ. એન. વાઘેલા ઈ.ચા બીટગાર્ડ સિંદુમ્‍બર પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. અતિથિ વિશેષ પદે યુવા બોર્ડના ઝોન સંયોજક હર્ષિત દેસાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.
યુવા બોર્ડના વલસાડ જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયા, સામાજિક અગ્રણી ગણેશભાઈ બીરારી, જિલ્લા સંગઠનના યુવા મોરચાના મહામંત્રી પ્રભાકર યાદવ, મયંક પટેલ, શહેર યુવા મોરચા પ્રમુખ અક્ષય ચૌધરી, પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ નરેશભાઇ તથા યુવા બોર્ડના નગર પાલિકા સંયોજક દિવ્‍યેશ ભોયા, ધવલ ભોયા સહિત યુવાઓ આ અભિયાનમાં જોડાયા હતા. આ અભિયાન યુવા બોર્ડ ધરમપુર નગરપાલિકાદ્વારા સતત 5 દિવસ થશે અને વધુમાં વધુ વિસ્‍તારમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

Related posts

અંભેટીથી વાપી કંપનીમાં થર્ડ સિફટમાં નોકરીએ જવા નિકળેલ યુવાનની બાઈક ઝાડ સાથે ભટકાતા મોત

vartmanpravah

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા અને જિ.પં. પ્રમુખ નિશા ભવરે સીલીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટનું કરેલું અનાવરણ

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

vartmanpravah

ડુંગરી સરપંચ રાજેન્‍દ્ર પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્‍ત

vartmanpravah

ચીખલી તાલુકાના હોન્‍ડ ગામે વય મર્યાદાના કારણે નિવૃત થયેલ પોસ્‍ટ માસ્‍તરનો નિવૃત વિદાય સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

આટિયાવાડ ગ્રામ પંચાયતની સાથે ડીઆઈએ પ્રમુખ પવન અગ્રવાલે આટિયાવાડના ઔદ્યોગિક વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા અભિયાનની કરેલી શરૂઆત

vartmanpravah

Leave a Comment