Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

હરિયાણાના હિંસક બનાવોના પડઘા વલસાડમાં પડયા: વી.એચ.પી. અને બજરંદળના કાર્યકરોએ ધરણા કરી સખ્ત કાર્યવાહીની માંગ કરી

કાર્યક્રમમાં હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: હરિયાણામાં શ્રાવણ માસની શિ મંદિર યાત્રાના કાર્યક્રમમાં દર્શનાર્થીઓ ઉપર હિચકારા હુમલા, ગોળીબાર અને વાહનો સળગાવી દેવાના લગાતાર ગામે ગામ બનેલા બનાવોના પ્રત્‍યાઘાત ભારતભરમાં પડયા છે. જેનો પડઘો વલસાડમાં પણ પડયો છે. વી.એચ.પી. અને બજરંગદળના કાર્યકરોએ ધરણા અને હનુમાન ચાલીસાના પાઠ કરીને જવાબદાર મનાતા વિધર્મીઓને નશ્‍યત કરવાની માંગણી કરી હતી.
હરિયાણામાં 31 જુલાઈના દિવસે ધાર્મિક ઉન્‍માદની બનેલી ઘટનાના પ્રત્‍યાઘાત દેશભરમાં રહ્યા છે. મંદિરમાં દર્શન કરવા નિકળેલા હિંદુ દર્શનાર્થીઓ મહિલાઓને મંદિરમાં બંધક બનાવી દુર પહાડો ઉપરથી બેફામ ગોળીબાર કરવાની ઘટનાથી હરિયાણા લાલધૂમ બની ગયું હતું. સેંકડો વાહનો આગમાં ફૂંકી દેવાયા. આ ઘટનાનો સખ્‍ત વિરોધકરવા માટે વલસાડમાં વી.એચ.પી. અને બજરંગદળના કાર્યકરોએ ધરણા અને હનુમાન ચાલીસાનું આયોજન કર્યુ હતું.

Related posts

કીકરલા નાની કોળીવાડથી ચોરાયેલો છોટા હાથી ટેમ્‍પો પારડી પોલીસ છોટા ઉદેપુરથી ટેમ્‍પો સાથે બંને આરોપીને લઈ આવી

vartmanpravah

બીએપીએસ સ્‍વામિનારાયણ સંસ્‍થાના વડા પ.પૂ. મહંત સ્‍વામીનું તાન્‍ઝાનિયાના પાટનગર દાર એ સલામ ખાતે ત્‍યાંની સરકાર અને એરપોર્ટ ઓથોરિટીએ કરેલું ઉષ્‍માભર્યું સ્‍વાગત

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીને આરોગ્‍ય સૂચક આંકના આધારે કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં મળેલું પ્રથમ સ્‍થાન

vartmanpravah

આજે વલસાડમાં નેશનલ પ્રેસ-ડેની ઉજવણી નિમિત્તે પ્રેસ સેમિનાર યોજાશે

vartmanpravah

વાપી પાલિકા અને આર.ઓ. પ્‍લાન્‍ટ સંચાલકોના વિવાદનો અંતઃ પાલિકાએ ગાઈડલાઈન જારી કરી દિશાનિર્દેશ આપ્‍યા

vartmanpravah

વાપી-વલસાડમાં રોડ અકસ્‍માતમાં બે મોત : ચણોદમાં ટેમ્‍પો પલટી મારી જતા દબાઈ ગયેલ સાયકલ સવારનું મોત

vartmanpravah

Leave a Comment