Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સ્‍વ. શ્રી શાંતિલાલ શાહના જીવન ઝરમર

વ્‍યક્‍તિ વિશેષ
– સંજય તાડા

અથર્વ વેદની પંક્‍તિ છે
‘‘કળતં મે દક્ષિણે હસ્‍તે, જ્‍યો મે સત્‍ય આહિતઃ”
અર્થાત્‌
મારા જમણા હાથમાં કર્મ છે અને મારા ડાબા હાથમાં વિજય રહેલો છે.
જગતના તમામ માનવીઓ માટે ઈશ્વરનો એક અદલ નિયમ છે જે માણસનો જન્‍મ થાય છે તે માણસનું મૃત્‍યુ નક્કી છે. આ નિયમ હેઠળ જગતના માનવીઓની જીવનમાળા ચાલતી હોય છે. આ જીવનમાળાના વર્ષોમાં, વ્‍યવસ્‍થા, શારીરિક તંદુરસ્‍તી તેમજ પરિસ્‍થિતિથી માનવી વાકેફ નથી રહેતો પણ આવા સંજોગોમાં પણ કોઈક વિરલ વિભૂતીઓ જગતમાં જન્‍મ લેતી હોય છે. એમના સત્તકર્મો તથા સેવાઓ અને જીવન વ્‍યવહાર થકી અમર થઈ જતી હોય છે. આજે આવી જ એક વિરલ અને સેવાભાવી વિભૂતીના વ્‍યક્‍તિત્‍વનું શાબ્‍દિક દર્શન કરાવવાનું મન થાય છે. જે વાચક મિત્રોને પ્રેરણાશ્રોત બની રહેશે. તા.19/02/1948 ના દિવ્‍ય દિવસે શ્રી ખીમજીભાઈ શાહ અને રતનબેનના સુખી સંસારમાં એક અજોડ પૂત્રરત્‍નનું આગમન થયું હતું. આ અમુલ્‍યરત્‍ન એટલે સ્‍વ.શ્રી શાંતિલાલ શાહ. તેઓ શાંત, હસમુખા, નિખાલસ, સરળ, લાગણીશીલ, ખુબ જ ખંતીલા, ઉદાર તેમજ સજ્જન, નિષ્ઠાવાન, દાનવીર અને સમાજના વિકાસમાં હંમેશા માટે પ્રયત્‍નશીલ રહેતા. તથા વિઝન, મીશન, અને એકશનમાં માનનારા સનિષ્ઠ લીડર હતા.જેમણે સમાજના સામાજિક, ધાર્મિક, સાંસ્‍કળતિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રમાં કાર્યરત રહી અલગ – અલગ ટ્રસ્‍ટ અને સંસ્‍થાઓમાં વિવિધ હોદાઓ સંભાળી સમાજના વિકાસ માટે અમુલ્‍ય યોગદાન આપેલ છે. જેમ કે, 1. જૈન સોશીયલ ગૃપ – વાપીના પ્રમુખ – 1996- 97. સેવા- ભાતૃભાવના પાયા પર રચાયેલ આંતર રાષ્‍ટ્રીય સંસ્‍થાના- લાયન્‍સ કલ્‍બ ઈન્‍ટરનેશનલમાં તેઓએ અત્‍યંત મહત્‍વપૂર્ણ યોગદાન આપ્‍યું છે અને તેઓ લાયનવાદમાં શ્રેષ્ઠ દાનવીર, ઉતમ નેતાગીરી અને ઉમદા ગુણો દ્વારા છવાયેલા રહ્યા હતા.
2003- 04 : લાયન્‍સ કલ્‍બ વાપી ઉદ્યોગનગરના પ્રમુખ, 2005-06 : ઝોન ચેર પર્સન, 2007-08 : ડીસ્‍ટ્રીકટ ટ્રેઝર જેવા હોદાઓ સફળતા પૂર્વક નિભાવ્‍યા હતા.
આવા ઉમદા, ઉદારમતવાદી અને સેવાભાવી શ્રી શાંતિલાલભાઈ શાહનું અણધારી ચીર વિદાયથી દરેકની લાગણીઓ દુભાઈ છે. પરંતુ ઈશ્વરના નિયમને કોઈ બોંધ નથી. દરેક માણસ જો શ્રી શાંતિલાલ શાહના માર્ગે સરળ, હસમુખો, દાનવીર અને નિખાલસ બનશે. તો જ આપણે તેમને સાચી શ્રધાંજલી આપતા આપણા જીવનમાં તેમને જીવંત રાખીશું.
ઉમદા વિચાર અને વ્‍યક્‍તિત્‍વ ધરાવતા, સ્‍વથી સમિષ્ટિ સુધી કલ્‍યાણભાવના વિસ્‍તારતા પોતાના વિશાળ હદય થકી લોકોના દિલમાં સ્‍થાન મેળવનાર વિશિષ્ટ વ્‍યક્‍તિ એટલે શ્રી શાંતિલાલ શાહ(શાંતિમામા).
શાંતિમામાના જીવન અનેકાર્યોની જ્‍યોત હંમેશા આપણા કાર્યોમાં સળગતી રહે એવી પ્રાર્થના.

Related posts

પારડીમાં ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય અંતર્ગત વીજ મહોત્સવની ઉજવણી

vartmanpravah

જીઆરડી મહિલાએ પતિ જેઠ અને નણંદ સામે વાપી ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવ્‍યા બાદ મામલો ગરમાયો

vartmanpravah

ચીખલી-વાંસદા કોંગ્રેસના ધારાસભ્‍ય અનંત પટેલ પર થયેલા હુમલા અંગે ચીખલી કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah

વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન દ્વારા ત્રિદિવસીય ટ્રાન્‍સપોર્ટ પ્રિમિયર લીગનો વી.આઈ.એ. ગ્રાઉન્‍ડમાં પ્રારંભ

vartmanpravah

નવસારી જિલ્લામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સ ચૂકવણી

vartmanpravah

દાનહની દૂધની અને કૌંચા પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment