October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા અંભેટી ગામે કંપનીમાં ફરજ બજાવતો સિક્‍યોરિટી ગાર્ડ ગન-જીવતા કારતૂસ સાથે ઝડપાયો

મૂળ જમ્‍મુ-કાશ્‍મિરના રહીશ મોહંમદ ઝાકીર ફૈઝ મોહંમદની એસ.ઓ.જી.એ અટક કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી એસ.ઓ.જી.એ કપરાડા અંભેટી ગામે પાવરગ્રીડ નામનીખાનગી કંપનીમાં સિક્‍યોરિટી ગાર્ડની ફરજ બજાવતા આરોપીને ગન અને જીવતા કારતૂસ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
એસ.ઓ.જી. ટીમના વિક્રમભાઈ રાઠોડને બાતમી મળી હતી કે કપરાડાના અંભેટી ગામે પાવરગ્રીડ નામની કંપનીમાં સિક્‍યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હોઈ તેની પાસે ખોટું હથિયાર લાયસન્‍સ ધરાવે છે તેથી એસ.ઓ.જી.એ બાતમી મુજબ મૂળ જમ્‍મુ-કાશ્‍મિરનો રહીશ મોહંમદ ઝાકીર ફૈઝ મોહંમદને ધબોચી લીધો હતો. આરોપી હાલ રહે.અંભેટી પ્રકાશભાઈના રૂમ પાસે મૂળ રહે.જમ્‍મુ, બનાતલા ગુડા બ્રાહ્મણ મહોલ્લો સી.આર.સી.એફ. સેન્‍ટર પાસે, આરોપી પાસેથી એક ગન અને જીવતા કારતૂસ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી એસોજીએ આરોપીની એટક કરી હતી.

Related posts

સીબીએસસીઆઈ દ્વારા આયોજિત આંતર સ્‍કૂલ વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં હરિયા સ્‍કૂલ ઝળકી

vartmanpravah

સ્‍વ.મંજુબેન દાયમાની 16મી પુણ્‍યતિથિએ દાયમા પરિવારે સેવા દિવસ મનાવ્‍યો

vartmanpravah

વાપીની કંપનીમાં એસિડ ભરેલ ટાંકીનો વાલ તૂટી જતા કંપની પરિસરમાં એસિડના ખાબોચીયા ભરાયા

vartmanpravah

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

આજે વયનિવૃત્ત થયેલા જિલ્લા માહિતી કચેરી ભરૂચના નાયબ માહિતી  નિયામક અને વલસાડ જિલ્લાના ઇનચાર્જ નાયબ માહિતી નિયામક અનિલભાઇ બારોટનો નિવૃત્તિ વિદાય સમારોહ વલસાડ ખાતે યોજાયો

vartmanpravah

સેલવાસ-વાપી રોડ સ્‍થિત ક્રિશ્ના હાઇટ્‍સ સોસાયટીના ફલેટમાં ધોળા દિવસે ચોરી

vartmanpravah

Leave a Comment