Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આર.એન. સ્‍કૂલની વિદ્યાર્થીની અનુષ્‍કા વર્મા ઓપન નેશનલ ગેમ્‍સ એન્‍ડ સ્‍પોર્ટ્‍સમાં ઝળકીઃ દોડમાં બ્રોન્‍ઝ મેળવ્‍યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી બલીઠામાં આવેલ આર.એન. સ્‍કૂલની વિદ્યાર્થીની અમદાવાદ ખાતે યોજાયેલ ઓપન નેશનલ ગેમ્‍સ એન્‍ડ સ્‍પોર્ટ્‍સમાં બ્રોન્‍ઝ મેડલ દોડ સ્‍પર્ધામાં મેળવી સ્‍કૂલ અને વાપીનું નામ ઉજાળ્‍યુ હતું.
વાપી સ્‍કૂલ અને કોલેજના અનેક બાળકો રાજ્‍ય અને રાષ્‍ટ્રીય સ્‍તરે વિવિધ સ્‍પર્ધાઓમાં ભાગ લઈ વાપીનું તથા સ્‍કૂલ, કોલેજનું નામ રોશન કરતા હોય છે. બલીઠા સ્‍થિત ઈંગ્‍લિશ માધ્‍યમની સ્‍કૂલ આર.એન. વિદ્યાલયની વિદ્યાર્થીની અનુષ્‍કા વર્માએ તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલ ઓપન નેશનલ ગેમ્‍સ એન્‍ડ સ્‍પોર્ટ્‍સમાં હિસ્‍સેદાર બની હતી. ગોતા સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષ અમદાવાદમાં યોજાયેલ નેશનલ ગેમ્‍સમાં ગુજરાતભરના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં આર.એન. સ્‍કૂલની વિદ્યાર્થીની અનુષ્‍કા વર્મા 200 મીટર દોડમાં વિજેતા બની બ્રોન્‍ઝ મેડલ મેળવી શાળાનું અને વાપીનું નામ રોશન કર્યું હતું. તેમજ શાળા પરિવારે અભિનંદન આપ્‍યા હતા.

Related posts

વાપીમાં નશાકારક દવાના દુરુપયોગ અટકાવવા માટેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના ઇતિહાસમાં પહેલી વખત દેશના રાષ્‍ટ્રપતિ નરોલી ગામમાં પોતાના પગલાં પાડશે

vartmanpravah

વલસાડ અબ્રામામાં આર.એન. સૃષ્‍ટિ સોસાયટીમાં તસ્‍કરોનો તરખાટ : ચાર મકાનના તાળા તોડયા

vartmanpravah

વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનાની વોન્‍ટેડ મહિલા આરોપી સુરત પોલીસે ઝડપી લીધી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસેલો વરસાદ

vartmanpravah

દમણ જિલ્લાના શિક્ષકો માટે ક્રિયાત્‍મક સંશોધન અંતર્ગત ડાયટ ભવન, દમણના શિક્ષણ સદનના સભાખંડમાં બે દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમ સહ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

Leave a Comment