December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં રાજ્‍યપાલ-મુખ્‍યમંત્રીના આગામન પૂર્વે તંત્ર એકશનમાં: રોડ-હાઈવેની મરામત યુધ્‍ધના ધોરણે

આઝાદ દિનની રાજ્‍ય કક્ષાની ઉજવણી બે દિવસ
વાપી-વલસાડમાં થનાર છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: આગામી 15 ઓગસ્‍ટે 77મો આઝાદ દિનની રાજ્‍ય કક્ષાની ઉજવણી વલસાડ-વાપીમાં થનારી હોવાથી વહિવટી તંત્ર આળસ ખંખેરી એકશન મોડમાં આવી ચૂક્‍યું છે. કારણ કે રાજ્‍યપાલ અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ ઉપસ્‍થિત રહેવાના હોવાથી તંત્ર દ્વારા વલસાડથી વાપી સુધી હાઈવેના ખાડા અને રોડ મરામતની કામગીરી યુધ્‍ધના ધોરણે આરંભી દીધી છે.
ચાલુ ચોમાસામાં ભૂતકાળના તમામ રેકર્ડ તોડી ધોધમાર વરસાદ વલસાડ જિલ્લામાં પડયો છે. જેને લઈ જિલ્લામાંથી પસાર થતો હાઈવે અને આંતરિક રોડની બારે તારાજી સર્જાઈ ચૂકી છે. આગામી 15મી ઓગસ્‍ટ આઝાદ દિનની રાજ્‍ય કક્ષાની ઉજવણી વલસાડ-વાપીમાં થવાની હોવાથી મુખ્‍યમંત્રી, રાજ્‍યપાલ, કેબિનેટ મંત્રી સહિત હજારો આમંત્રિત ઉપસ્‍થિત રહેવાના છે તેથી પીડબલ્‍યુડી અને હાઈવે ઓથોરિટી અચાનક એકશનમાં આવી ચૂકી છે. વલસાડથી વાપી, ખડકી, પારડીના હાઈવે પરના ખાડા પુરવાની અને મરામતની કામગીરી યુધ્‍ધના ધોરણે આરંભી દીધીછે. લોકો ઈચ્‍છી રહ્યા છે કે મુખ્‍યમંત્રી દર અઠવાડીયે વલસાડ જિલ્લામાં આવવા જોઈએ જેથી રોડોની હાલત તો સુધરી જાય.

Related posts

ખાનવેલ-સાતમાળીયા પુલના નીચેથી લાશ મળી આવી

vartmanpravah

અનિયમિતતા અને ગેરવહીવટના કારણે દાનહ આદિવાસી વિકાસ સંગઠનનું મેનેજમેન્‍ટ બરતરફઃ નવા વહીવટદાર તરીકે ખાનવેલના મામલતદાર ભાવેશ પટેલની નિયુક્‍તિ

vartmanpravah

ઉમરગામમાં બાળકી સાથે થયેલ જધન્‍ય ઘટના અંગે સાંસદ ધવલ પટેલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મળી ત્‍વરિત ન્‍યાય માટે રજૂઆત કરી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રદેશ કમિટીની નવનિયુક્‍ત ટીમનું દમણ જિલ્લા ભાજપે કરેલું સ્‍વાગત

vartmanpravah

વલસાડ જિલ્લા ઈલેક્ટોરલ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમીક્ષા બેઠક મળી રાજકીય પક્ષો સાથે પણ ચૂંટણી અધિકારીઓએ બેઠક કરી

vartmanpravah

‘‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાનઃ કચરામાંથી કંચન બન્‍યું ધરમપુરનું બારોલિયા ગામ

vartmanpravah

Leave a Comment