December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બીડીસીએ દ્વારા ક્રિકેટ સિલેકશનનું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્‍સ કપ ઈન્‍ટર ડિસ્‍ટ્રિક્‍ટ ક્રિકેટ ટુર્નામેન્‍ટ માટે બલસાર ડિસ્‍ટ્રિક્‍ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-16 ટીમ સિલેકશન તારીખ 22-02-2023 ને બુધવારના રોજ (જે ખેલાડીની જન્‍મ તારીખ 1-09-2007 થી 31-08-2009), અંડર-19 ટીમનું સિલેકશન તારીખ 23-02-2023 ને ગુરૂવારના રોજ (જે ખેલાડીની જન્‍મ તારીખ 01-09-2004 થી 31-08-2007). સરદાર પટેલ સ્‍ટેડિયમ વલસાડ ખાતે આયોજન કરવામાં આવ્‍યું છે. ઉપરોક્‍ત સિલેકશનમાં ભાગ લેવાઈચ્‍છુક ખેલાડીએ ક્રિકેટ યુનિફોર્મમાં (સફેદ યુનિફોર્મ) પોતાના કીટ સાથે ઉપરોક્‍ત તારીખે સવારે 8:00 કલાકે હાજર રહેવા બીડીસીએના મંત્રી જનકભાઈ દેસાઈએ અખબાર યાદીમાં જણાવ્‍યુ હતું.

Related posts

લ્‍યો કરો વાત…! સેલવાસ ન.પા.ના ઉપ પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજય દેસાઈએ સમાચારમાં પોતાના નામનો ઉલ્લેખ નહીં કરવા બદલ એક પત્રકારને આપેલી ધમકી

vartmanpravah

દાનહમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલઃ ફલૂ જેવા રોગચાળામાં થઈ રહેલો વધારો

vartmanpravah

કપરાડાના સુખાલા ગામે બે ગઠિયા મહિલાને માલિશ કરવાના નામે સોનાની કડી ઉતરાવી ફરાર

vartmanpravah

મજીગામ હાઈવે પર ટ્રક ચાલકે ટક્કર મારતા બાઈક ચાલકનું સ્‍થળ ઉપર મોત નીપજ્‍યું

vartmanpravah

દાનહઃ રખોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ

vartmanpravah

વાપી રેલવેના નવા-જુના બે ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર જબરજસ્‍થ પ્રભાવિત બની

vartmanpravah

Leave a Comment