October 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હાઈવે ઉપર ભેંસોનું ટોળુ વચ્‍ચે આવી જતા કેમિકલ ટેન્‍કર પલટી મારી ગયું

હાઈવે સર્વિસ રોડ ઉપર સવાર-સાંજ ભેંસોના આવતા જતા ટોળા અકસ્‍માત સર્જી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી બલીઠા પુલ નજીક ગોકુલ વિહાર સોસાયટીના ગેટ સામે આજે મંગળવારે સવારે રખડતાજાનવરોએ અકસ્‍માત સર્જ્‍યો છે. સુરતથી મુંબઈ જઈ રહેલ કેમિકલ ભરેલ ટેન્‍કર વચ્‍ચે ભેંસોનું ટોળુ વચ્‍ચે આવી જતા ભેંસો બચાવવા જતા ટેન્‍કર પલટી મારી ગયું હતું. અકસ્‍માતને લઈ ટ્રાફિક જામ કલાકો સુધી રહ્યો હતો.
અકસ્‍માતની વિગતો મુજબ વાપી નેશનલ હાઈવે 48 ઉપર ગોકુલ વિહાર ગેટની સામે વહેલી સવારે કેમિકલ બરેલુ ટેન્‍કર પલટી મારી ગયું હતું. સીમરન ટ્રાન્‍સપોર્ટ કંપની ટેન્‍કર નંબર એન.એલ.1 800 કેમિકલ ભરી સુરતથી મુંબઈ તરફ જઈ રહ્યું હતું ત્‍યારે બન્‍યું એવું હતું કે, ભેંસોનું ટોળુ આવી જતા બચાવવા જતા ચાલકે સ્‍ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેન્‍કર પલટી મારી ગયું હતું. રોડ ઉપર કેમિકલ ઢોળાઈ જતા ગભરાટનો માહોલ ફેલાયો હતો. અકસ્‍માતની જાણકારી બાદ ફાયર અને પોલીસ વિભાગ ઘટના સ્‍થળે પહોંચી મામલો સંભાળ્‍યો હતો. ટેન્‍કર ચાલકને સામાન્‍ય ઈજા થઈ હતી. ઉલ્લેખનીય છે કે, આગામી 14 ઓગસ્‍ટે રાજ્‍ય કક્ષાનો સાંસ્‍કૃતિક કાર્યક્રમ પી.ટી.સી. કોલેજમાં યોજાનાર છે. જેમાં 7 હજાર આમંત્રિતો આવનાર છે. મુખ્‍યમંત્રી અને રાજ્‍યપાલ પણ ઉપસ્‍થિત રહેવાના છે ત્‍યારે તંત્રએ આજની ઘટનાની શીખ લઈ જરૂરી આયોજન કરવું રહ્યું.

Related posts

આદિવાસીઓના આર્થિક ઉત્‍થાન હેતુ ખાનવેલના વેલુગામમાં પ્રશાસન દ્વારા લાભાર્થીઓને મરઘીઓનું કરાયેલું વિતરણ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ક્રિકેટના નામે ઉઘરાણી કરવા સંદર્ભે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

દાનહ-ડીડી અંડર-17 ફતેહ ટ્રોફી ટેસ્‍ટ ટુર્નામેન્‍ટ-2024નો પ્રારંભ

vartmanpravah

વાપી રોટરી પરિવાર આયોજીત થનગનાટ નવરાત્રિની આવક શિક્ષણ-આરોગ્‍ય ક્ષેત્રે વપરાશે : એન્‍ટ્રી માટે ડિઝીટલ પાસ

vartmanpravah

દમણ : કચીગામ બોર્ડરથી ચાર રસ્‍તા સુધી છેલ્લા એક સપ્તાહથી અંધારપટ : સ્‍ટ્રિટ લાઈટો ઠપ્‍પ

vartmanpravah

આજે દમણમાં થયેલ જળપ્રલયના 20 વર્ષ પૂર્ણઃ ઉદ્‌ઘાટનના માંડ 42 દિવસમાં નાની અને મોટી દમણને જોડતો નવનિર્મિત પુલ ધરાશાયી થયો હતો

vartmanpravah

Leave a Comment