Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડસેલવાસ

દમણમાં યોજાનારી પંચાયતીરાજ પરિષદને યાદગાર બનાવવા માટે પ્રદેશ ભાજપનું મનોમંથન

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડા કાર્યક્રમમાં હાજર રહેવાના હોવાથી પંચાયતી રાજ પરિષદના આયોજનમાં કોઈ કચાશ નહીં રહે તેની પ્રદેશ ભાજપે શરૂ કરેલી તકેદારી
તા.18 અને 19મી ઓગસ્‍ટના રોજ દમણની સુપ્રસિદ્ધ દેવકા બીચ રિસોર્ટમાં 6 રાજ્‍યોના જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપ પ્રમુખોની રહેનારી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : દમણમાં તા.18 અને 19મી ઓગસ્‍ટના રોજ યોજાનારી 6 રાજ્‍યોની બે દિવસીય પંચાયતીરાજ પરિષદની પૂર્વ તૈયારીની ચર્ચા-વિચારણાં માટે નાની દમણ પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડા સહિત વિષય નિષ્‍ણાતો ઉપસ્‍થિત રહેવાના હોવાથી દમણની બેઠકને યાદગાર બનાવવા માટે મનોમંથન કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજની બેઠકમાં ઉપસ્‍થિત પ્રદેશ, જિલ્લા મોર્ચા અને મંડળના પદાધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્‍યું હતું.
અત્રે યાદ રહે કે, દમણની સુપ્રસિદ્ધ દેવકા બીચ રિસોર્ટમાં તા.18 અને 19મી ઓગસ્‍ટના રોજ યોજાનારી બે દિવસીય ક્ષેત્રિય પંચાયતીરાજપરિષદમાં ગુજરાત, મહારાષ્‍ટ્ર, ગોવા, મધ્‍યપ્રદેશ, છત્તિસગઢ તથા દમણ-દીવ અને દાદરા નગર હવેલીના જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખોની ઉપસ્‍થિતિ રહેનાર છે. જેમને પંચાયતીરાજ ક્ષેત્રમાં કાર્યરત દરેક કાર્યકર્તાઓની ક્ષમતાઓનો વિકાસ, પોતપોતાના વિસ્‍તારમાં થયેલ ગ્રામ્‍ય વિકાસ કામોની જાણકારી અને અનુભવોનું આદાન-પ્રદાન, કેન્‍દ્ર સરકાર દ્વારા ગરીબ કલ્‍યાણના કાર્યક્રમોની માહિતી બે દિવસીય ક્ષેત્રિય પંચાયત પરિષદમાં આપવામાં આવશે.
દમણ ખાતે યોજાનાર 6 રાજ્‍યોના ક્ષેત્રિય પંચાયતીરાજ પરિષદના સહસંયોજક તરીકે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અને દમણ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી અસ્‍પી દમણિયા તથા વિશેષ સહ સંયોજક તરીકે દમણ ભાજપ સચિવ શ્રી જીજ્ઞેશ પટેલને જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.

Related posts

મોતીવાડાની 22 વર્ષિય યુવતી ગુમ

vartmanpravah

દીવમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો પર્યટન સ્‍થળોમાં નવું સોપાન

vartmanpravah

નૂતન પ્રયાસ ફાઉન્‍ડેશને દાનહના જર્જરિત રસ્‍તાઓની મરામ્‍મત કરવા કલેક્‍ટરને આપેલું આવેદન પત્ર

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે વધુ 59637 ફોર્મ ભરાયા

vartmanpravah

પારડીથી સુરત પિયર જવા નીકળેલ એક સંતાનની માતા ગુમ

vartmanpravah

દમણ અને દાનહમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નહીં

vartmanpravah

Leave a Comment