Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના પારનેરાની સાર્વજનિક માધ્‍યમિક શાળામાં કૌશલ્‍યોત્‍સવ સ્‍પર્ધા-2023 યોજાઈ

જિલ્લાની વિવિધ શાળાઓએ 39 કૃતિઓ રજૂ કરીઃ પ્રથમ 3 વિજેતા રાજ્‍યકક્ષાની સ્‍પર્ધામાં ભાગ લેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: ગુજરાતકાઉન્‍સીલીંગ ઓફ સ્‍કૂલ એજ્‍યુકેશન ‘‘સમગ્ર શિક્ષા પ્રોજેક્‍ટ ગાંધીનગર પ્રેરિત અને વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા તા.21 ફેબ્રુઆરીના રોજ કૌશલ્‍યોત્‍સવ સ્‍પર્ધા-2023”નું આયોજન વલસાડ તાલુકાના પારનેરા ગામની સાર્વજનિક માધ્‍યમિક શાળામાં કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં શાળાની બાળાઓએ પ્રાર્થના રજૂ કરી શાળાના પ્રમુખ રાજુભાઈ છીબુભાઈ પટેલના અધ્‍યક્ષપણા હેઠળ દીપ પ્રાગટય કરી સ્‍પર્ધાને ખુલ્લી મુકવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી કિરીટભાઈ આર. પટેલે મહેમાનો અને સ્‍પર્ધકોનું શાબ્‍દીક અને પુષ્‍પગુચ્‍છથી સ્‍વાગત કર્યું હતું. સરકારી માધ્‍યમિક શાળા કાસ્‍ટોનિયાના શિક્ષક તેજશભાઈએ પ્રસંગોચિત ઉદ્‌બોધન કરી કૌશલ્‍યોત્‍સવ સ્‍પર્ધા-2023 વિષે માહિતગાર કર્યા હતા. વલસાડ જિલ્લા રોજગાર કચેરીના કાઉન્‍સેલર દિપેશભાઈ ભોયા દ્વારા વિદ્યાર્થીઓને કૌશલ્‍યોત્‍સવ વિષે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું અને સરકારશ્રી દ્વારા ચાલતી વિવિધ વ્‍યવસાયલક્ષી યોજનાઓથી વાકેફ કર્યા હતા. વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારી તેજલબેને પણ હાજરી આપી હતી. ‘‘કૌશલ્‍યોત્‍સવ સ્‍પર્ધા-2023”માં જીલ્લાની વિવિધ શાળાઓએ 39 કળતિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી વિવિધ કૌશલ્‍યસભર આ સ્‍પર્ધા ખરેખર અદ્‌ભૂત હતી. જેમાંપ્રથમ ત્રણ વિજેતાઓનું પ્રમાણપત્ર અને શિલ્‍ડ એનાયત કરી સન્‍માન કરવામાં આવ્‍યું હતું, જેઓ રાજ્‍યકક્ષાની સ્‍પર્ધામાં વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્‍વ કરશે. અંતમાં પ્રોજેક્‍ટ કો-ઓર્ડીનેટર સેકન્‍ડરી એજ્‍યુકેશન વલસાડના શીતલબેને આભારવિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

Related posts

કપરાડાનું નાનાપોંઢા એકમાત્ર વિકાસના પંથે જોડાયેલું ગામ, પણ શિક્ષણનું માધ્‍યમ પ્રાથમિક શાળા જ ખંડેર હાલતમાં

vartmanpravah

નરોલી પીએચસીના ફાર્માસિસ્‍ટ રમેશસિંહ સોલંકીનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાઢ ધુમ્‍મસ છવાયું

vartmanpravah

ચીખલી પોલીસે આલીપોરથી ટેમ્પોમાં કતલખાને લઈ જવાતી બે ગાયોની ઉગારી

vartmanpravah

વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયમાં ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

પારડી એપીએમસી મંડપનો કેરી ચોર ઝબ્બે

vartmanpravah

Leave a Comment