Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આજે આન બાન અને શાનથી આંતરરાષ્‍ટ્રીય ટ્રાઈબલ દિવસની થનારી ઉજવણી

  • સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દમણ જિલ્લા આદિવાસી સમાજના સહયોગથી યોજાનારો કાર્યક્રમઃ મુખ્‍ય અતિથિ તરીકે જિલ્લા કલેક્‍ટર ડો. સૌરભ મિશ્રા ઉપસ્‍થિત રહેશે
  • સમગ્ર દમણ જિલ્લાના આદિવાસી સમુદાયમાં આનંદ ઉત્‍સાહ અને ઉત્‍સવનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : આવતી કાલે આન બાન અને શાનથી સંઘપ્રદેશ પ્રશાસનદ્વારા શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજના સહયોગથી આંતરરાષ્‍ટ્રીય ટ્રાઈબલ દિવસની ઉજવણી સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં સવારે 10:30 કલાકે કરવામાં આવશે.
આ કાર્યક્રમના મુખ્‍ય અતિથિ તરીકે દમણના જિલ્લા કલેક્‍ટર ડો. સૌરભ મિશ્રા અને અતિથિ વિશેષ તરીકે સાંસદ શ્રી લાલુભાઈ પટેલ ઉપસ્‍થિત રહેશે.
આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસના ઉપલક્ષમાં દમણ જિલ્લાના સમસ્‍ત આદિવાસી સમાજમાં આનંદ ઉત્‍સાહ અને ઉત્‍સવની લાગણી જોવા મળી રહી છે. આવતી કાલે સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં ખુબ મોટી સંખ્‍યામાં આદિવાસી ભાઈ-બહેનો ઉપસ્‍થિત રહેશે એવું વાતાવરણ આજે પૂર્વ સંધ્‍યાએ દેખાઈ રહ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દમણ જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ધીરૂભાઈ ધોડીના નેતૃત્‍વમાં હળપતિ સમાજના પ્રમુખ શ્રી વિષ્‍ણુભાઈ હળપતિ, વારલી સમાજના અધ્‍યક્ષ શ્રી રવુભાઈ વારલી, હળપતિ સમાજના, દમણ ન.પા.ના ઉપ પ્રમુખ શ્રીમતી રશ્‍મિબેન હળપતિ, દમણ જિ.પં.ના સભ્‍ય શ્રી દિનેશભાઈ ધોડી, દમણ જિ.પં.ના સભ્‍ય શ્રીમતી સુનિતાબેન હળપતિ, શ્રી ભાવિકભાઈ હળપતિ, શ્રી વિક્રમભાઈ હળપતિ, સહિત તમામ સમુદાયના આગેવાનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાક પ્રયાસ કરી રહ્યા છે.

Related posts

રોટરી ક્‍લબ ઓફ દાનહ દ્વારા નવરાત્રીના શુભ અવસરે થનગનાટ ગરબા મહોત્‍સવનું થનારૂં આયોજન

vartmanpravah

મોટી દમણના ભામટી ખાતે સ્‍ટેટ ડેઝિગ્નેટેડ એજન્‍સી દ્વારા ઊર્જા સંરક્ષણના સંદર્ભમાં કરાયેલી બેઠક

vartmanpravah

વાપી ચાર રસ્‍તા દુકાનેથી નમાજ પઢવાનું કહી નિકળેલ યુવાન ગુમ : બાઈક દમણગંગા પુલ ઉપરથી મળ્‍યુ

vartmanpravah

દીવ પોલીસ મથકના ઈન્‍ચાર્જ પી.આઈ. પંકેશ ટંડેલ સસ્‍પેન્‍ડઃ ભરતી પ્રક્રિયા સમયે રજૂ કરેલા જન્‍મ પ્રમાણપત્રના બનાવટી દસ્‍તાવેજો

vartmanpravah

પારડીની એન.કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં જ્ઞાન સપ્તાહની શરૂઆત

vartmanpravah

ભામટી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં 76 સ્‍વતંત્રતા દિવસની આનંદ-ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment