
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લાનો પ્રાથિમક કક્ષાનો કલા ઉત્સવ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાયો હતો.
કપરાડાના ગવાંટકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની પ્રગતિ જેમાં સમગ્ર જિલ્લાની શાળાઓના જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવતા કપરાડા સી.આર.સી. હરીશભાઈ પટેલ કપરાડા શૈક્ષિક સંઘ પ્રમુખ રામુભાઈ પટેલ અને શાળાના આચાર્ય અને શાળા પરિવાર દ્વારા પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યું હતું.
કપરાડાના ગવાંટકા ફળિયામાં 3000 ની આસપાસ વસ્તી વારલી સમાજના આદિવાસી સમાજ રહે છે. જ્યાં આજે પણ મોબાઈલ નેટવર્ક નથી. આદિવાસી બાળકોમાં અનેક સુશુપ્ત શક્તિઓ અંદર રહેલી હોય છે. પરંતુ સુવિધાઓ ઉપલબ્ધ નથી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વલસાડ જિલ્લાનો પ્રાથિમક કક્ષાનો કલા ઉત્સવ, સંગીત ગાયન સ્પર્ધામાં કપરાડા તાલુકા કપરાડાની ગવાંટકા પ્રાથિમક શાળામાં વિદ્યાર્થિની જાંજર પ્રગતિબેન શ્રીરામભાઈએ ઉત્કળષ્ટ પ્રદર્શન કરી સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી ગામ તથા શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળા પરિવારે તેણીની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવી ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી સાથે તમામ પ્રકારની મદદરૂપ થવા માટે જણાવ્યુંછે.

