October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ચીખલીમાં બિરસા આર્મી દ્વારા વિશાળ રેલી યોજી વિવિધ માંગણીઓ અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ

રેલીને પગલે ચીખલી કોલેજ રોડ પર વાહનોની લાંબી કતાર સાથે ટ્રાફિક જામ સર્જાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ચીખલીમાં બિરસા આર્મીના પ્રદેશ અધ્‍યક્ષ પંકજભાઈ દેગામ, જિલ્લા પ્રમુખ પંકજભાઈ સાદડવેલના નેજા હેઠળ ડીજે સંગીતના તાલે વિશાલ રેલી યોજાઈ હતી. આ રેલીમાં પરંપરાગત આદિવાસી સમાજના પહેરવેશ ધારણ કરી મોટી સંખ્‍યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્‍યા હતા. અને પોલીસ બંદોબસ્‍ત સાથે કોલેજ સર્કલથી પગપાળા રેલી નીકળતા કોલેજ રોડ પર વાહનોની લાંબી કતાર લાગવા સાથે ટ્રાફિક જામ થઈ જવા પામ્‍યો હતો. અને જય જોહર, જય આદિવાસી, એક જ ચાલે આદિવાસી જ ચાલે નાદથી વાતાવરણથી ઉઠ્‍યું હતું.
રેલી આકારે સેવા સદનમાં પહોંચી મામલતદાર રોશનીબેન પટેલનેપાઠવેલા આવેદનપત્રમાં જણાવ્‍યું હતું કે, આદિવાસીઓને વિસ્‍થાપિત કરતા પ્રોજેક્‍ટ તો તાત્‍કાલિક બંધ કરવા, પ્રકળતિના રક્ષણ સાથે રોજગારી આપવામાં આવે આદિવાસીઓને જળ, જમીન અને જંગલના અધિકારો સ્‍થાપિત કરવામાં આવે મણીપુરની ઘટનાને વખોડી આદિવાસીઓ ઉપર થતા અત્‍યાચાર શોષણ બંધ કરવા જાતિના દાખલામાં પડતી મુશ્‍કેલી નિવારવા તલાટીના-પંચકયાસ સમાજના મંડળોના દાખલા અને સરપંચ તલાટીના દાખલાને ધ્‍યાને લઈને જાતિના દાખલા આપવામાં આવે ગુણવત્તાસભર શિક્ષણ માટે શિક્ષકોની ઘટ પુરવા સાથે ઓરડાઓનું નિર્માણ કરી બંધ કરેલ શાળાઓ ચાલુ કરવા યુનિફોર્મ સિવિલ કોડ નામનો કાયદો સરકાર લાવી રહી છે પરંતુ આદિવાસીઓની પરંપરા રિવાજ રૂઢીને ખાસ મહત્‍વ આપવામાં આવે તે માટે કાયદામાંથી આદિવાસીઓને બાકાત રાખવા સહિતની માંગ કરવામાં આવી છે.
ચીખલી તાલુકાના ઘેજ ગામના નાના ડુંભરિયા ચાર રસ્‍તા પાસે પણ આદિવાસી સમાજના યુવા અગ્રણીઓ રાકેશભાઈ દિવ્‍યેશભાઈ સહિતની ઉપસ્‍થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં તીરકામઠા ભાલા વિગેરે સાથે મોટી સંખ્‍યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડી પરંપરાગત આદિવાસી નૃત્‍યો અને નાચગાન સાથેની ઉજવણીમાં કારોબારી અધ્‍યક્ષ ધર્મેશભાઈ સરપંચ રાકેશભાઈ પૂર્વ સરપંચ વિનોદભાઈસહિતના ઉપસ્‍થિત રહી તમામને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્‍છા પાઠવી હતી. નાના ડુંભરીયા ચાર રસ્‍તા સરકારને ભગવાન બિરસા મુંડાનું નામકરણની જાહેરાત સાથે ડીજે સંગીતના તાલે રેલી પણ યોજવામાં આવી હતી.
ચીખલી તાલુકા સેવાસદનમાં આદિવાસી સમાજના નેતાએ પોલીસ દ્વારા સામાન્‍ય વર્ગના વાહનચાલકો સામે કરાતી દંડનીય કાર્યવાહી સામે રોષ ઠાલવ્‍યો હતો. બિરસા આર્મીના જિલ્લા પ્રમુખ પંકજભાઈએ પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે મોટા શહેરોમાં કરોડપતિઓના નબીરાઓ અકસ્‍માત કરે છે અને જેના પૈસા પોલીસ મજુરો પાસે વસુલે છે તે ચલાવી લેવામાં આવશે નહીં. નાના લોકોને પોલીસ મેમો ફટકારી દંડ વસુલે છે. ત્‍યારે મજૂર વર્ગને હેરાન ન કરો તેમ જણાવી આ રીતે પોલીસ દ્વારા મેમો ફટકારવાનું બંધ ન કરવામાં આવશે તો ટૂંક સમયમાં આંદોલન છેડીશું તેવી પણ ચીમકી આપવામાં આવી હતી.

Related posts

ચીખલી તાલુકામાં વરસાદથી ડાંગરના પાકને થયેલ નુકસાનો સર્વે કરી સહાય ચુકવવા ખેડૂતોની માંગ

vartmanpravah

દીવ જિલ્લાના ધો.12ના ટોપર મેહુલ મજેઠીયાનું કલેક્‍ટર ભાનુ પ્રભાના હસ્‍તે સર્ટીફિકેટ આપી કરાયેલું સન્‍માન

vartmanpravah

વાપી ભાજપ પરિવાર દ્વારા લોખંડી પુરુષ, ભારત રત્‍ન સરદાર પટેલની પુણ્‍યતિથિજી ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ સરકારી ઈજનેરી કોલેજના પ્રાધ્‍યાપક ટ્રાયેથલોન સ્‍પર્ધામાં વિજેતા

vartmanpravah

દાનહ અને દમણ-દીવની કલગીમાં એક ઔર યશનો ઉમેરો: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં ઉત્‍કૃષ્‍ટ કામગીરી માટે પ્રદેશની બે ખ્‍ફપ્‍ને મળ્‍યો રાષ્‍ટ્રીય નાઈટિંગેલ ફલોરેન્‍સ એવોર્ડ

vartmanpravah

આજથી તા.ર9 જાન્‍યુઆરી સુધી વલસાડ-વાપી શહેરમાં રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક કરફયુ અમલી:  જિલ્લામાં વધી રહેલ સંક્રમણને ધ્‍યાને લઈ ગૃહ વિભાગે લીધેલો નિર્ણય

vartmanpravah

Leave a Comment